Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૦ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય, આ સાત નયોમાંથી કયા કયા નયોમાં કયો કયો નય સમાવેશ પામે, આ બાબતમાં ઉપરોક્ત મુખ્ય અને આચાર્યોના વિચારો જુદા જુદા છે. ત્યાં પ્રથમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીના વિચારો ટાંકતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
અંતિમ એટલે છેલ્લા જે નયોના ૩ ભેદો છે. કે જેનાં નામો શબ્દનય સમભિરૂઢનય અને એવંભૂતનય છે. તે ત્રણે નયો પર્યાયાર્થિકનય કહેવાય છે.
એટલે કે પર્યાયાર્થિકનય પાછલા ત્રણનયોમાં સમાઈ જાય છે, અને પ્રથમ જે ૪ નયો છે. કે જેનાં નામો નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર છે. તે ચારે નયો દ્રવ્યાર્થિકનાય છે. અર્થાત્ દ્રવ્યાર્થિકનય આ ચાર નયોમાં સમાઈ જાય છે. આ પ્રમાણે શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજી વિગેરે સિદ્ધાન્તવાદી આચાયો કહે છે. મૂળગાથામાં લખેલા “મહાભાષ્ય” શબ્દનો અર્થ “વિશેષાવશ્યકભાષ્ય” સમજવું. તેની અંદર આ વાત નિર્ધારપૂર્વક કહેલી છે. તે ૧૨૦ ||
हिवइ, सिद्धसेनदिवाकर मल्लवादी प्रमुख तर्कवादी आचार्य इम कहई छई, जे प्रथम ३ नय-१ नैगम. २ संग्रह. ३ व्यवहार लक्षण, ते द्रव्यनय कहिई. ऋजसत्र १, शब्द २, समभिरूढ ३, एवम्भूत ४, ए ४ नय पर्यायार्थिक कहिइं.
હવે સિદ્ધસેનદિવાકરસૂરિજી તથા મલ્યવાદી વિગેરે આચાર્યો કે જેઓને જૈન શાસનમાં “આ તર્કવાદી આચાર્યો છે” એમ કહેવાય છે. તેઓ પ્રથમના જે ૩ નયો છે ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, આ ૩ નયોને જ દ્રવ્યનય કહે છે. અને ૧ ઋજુસૂત્ર, ર શબ્દનય, ૩ સમભિરૂઢનય અને ૪ એવંભૂતનય આ ચાર નો પર્યાયાર્થિકનય છે આમ કહે છે. સારાંશ કે પ્રથમના ત્રણે નયો અને આચાર્યોના મતે દ્રવ્યાર્થિકનયમાં સમાય છે અને પાછળલા ત્રણે નયો બન્ને આચાર્યોના મતે પર્યાયાર્થિકનયમાં સમાય છે. આ બાબતમાં બને આચાર્યોને વિવાદ નથી. એકમત છે. ફક્ત વચ્ચેના ઋજુસૂત્રનયની બાબતમાં જ વિચારભેદ છે. સિદ્ધાન્તવાદી આચાર્યો ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિકનયમાં ગણે છે. અને તર્કવાદી આચાર્યો ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનયમાં ગણે છે. આટલો જ વિચારભેદ છે. પરંતુ સર્વે આચાર્યો આ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનયને સાત નયોમાં સમાવી તો લે જ છે. જુદા નય તરીકે ગણતા નથી. તેથી શ્રી દેવસેન આચાર્યની ૯ નયો કરવાની રીત શાસ્ત્રપ્રણાલિકાને અનુસાર નથી.
द्रव्यार्थिकमते सर्वे, पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि च सद् द्रव्यं, कुण्डलादिषु हेमवत् ॥ १ ॥