Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા–૧૨-૧૩ ભૂતકાળના અને ભાવિકાળના પર્યાયોનો પ્રતિક્ષેપ (વિરોધ) કરનાર, (અર્થાત્ નહીં માનનાર) એવો આ ઋજુસૂત્રનય, શુદ્ધપર્યાય = શુદ્ધ એવા અર્થપર્યાયને (ક્ષણમાત્રવર્તી, શબ્દોથી અવાચ્ય એવા ક્ષણિક વર્તમાન પર્યાયને) માનનારો આ નય છે. તે દ્રવ્યાર્થિકનય કેમ બને ? આવો તેવામ્ = આ તર્કવાદી આચાર્યોનો આશય છે. તકવાદી આચાર્યોનું કહેવું આવા પ્રકારનું છે કે ઋજુસૂત્રનય વર્તમાનકાળગ્રાહી છે. અને વર્તમાનકાળમાં તે તે પર્યાયની જ પ્રધાનતા હોય છે. દ્રવ્યાંશની પ્રધાનતા હોતી નથી. કારણ કે જો દ્રવ્યાંશ લઈએ તો તે ત્રિકાળવર્તી હોવાથી ભૂત ભાવિ પણ આવી જાય. અને આ નય ભૂતભાવિ તો સ્વીકારે નહીં. માટે વર્તમાનકાળવત અર્થપર્યાયને જ આ ઋજુસૂત્રનય સ્વીકારે છે. તો તેનો દ્રવ્યાર્થિકનયમાં સમાવેશ કેમ કરાય ?
ते आचार्यनइं मतई ऋजुसूत्रनय द्रव्यावश्यकनइं विषई लीन न संभवइं. તથા ઘ
તે તર્કવાદી આચાર્યોના મતે ઋજુસૂત્રનય વર્તમાનકાળગ્રાહી હોવાથી, શુદ્ધ એવા અર્થપર્યાયને પ્રધાનપણે માનનાર હોવાથી, પર્યાયાર્થિકનયમાં તેનો સમાવેશ થાય છે. તે માટે “દ્રવ્યાવશ્યકમાં લીન ન સંભવે” એટલે કે નામાવશ્યક સ્થાપનાવશ્યક દ્રવ્યાવશ્યક અને ભાવાવશ્યક આ ચાર પ્રકારના આવશ્યકોમાં ભાવાશ્યક જ હોય છે. દ્રવ્યાવશ્યક કેમ હોય ? અર્થાત્ દ્રવ્યાવશ્યક ન હોય, એમ તે માને છે. કારણ કે વર્તમાનાવસ્થાને ભાવ કહેવાય છે. અને ભાવનિક્ષેપાની આગલી-પાછલી (ભૂત-ભાવિ) અવસ્થાને દ્રવ્ય કહેવાય છે. જે આ નય માનતો નથી. તેથી આ ઋજુસૂત્ર નયની દૃષ્ટિએ ભાવનિક્ષેપો જ સ્વીકૃત હોવાથી “દ્રવ્યાવશ્યકની લીનતા (માન્યતા) ન સંભવે. આવા પ્રકારનો તર્કવાદી આચાર્યોનો અભિપ્રાય છે.”
પરંતુ અનુયોગદ્વાર સૂત્રમાં ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યકને પણ માન્ય રાખે છે આમ કહ્યું છે. તે પાઠની સાથે આ તર્કવાદીઓને ઉપરોક્ત માન્યતા સ્વીકારતાં વિરોધ આવે છે. (તથા -અનુયોદિરસૂત્રવિરોધ:) આ પ્રમાણે ટબાની પંક્તિનો અન્વય કરવો. તે પાઠ આ પ્રમાણે છે
'उज्जुसुअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं, पुहत्तं णेच्छइ' इति अनुयोगद्वारसूत्रविरोधः
સૂત્રનયની દૃષ્ટિએ અનુપયોગી એક વક્તા હોય તો તે એક દ્રવ્યાવશ્યક કહેવાય છે. જુદા જુદા અનેક દ્રવ્યાવશ્યક આ નય ઈચ્છતો નથી” આ પંક્તિનો અર્થ એવો થાય છે કે અનેક દ્રવ્યાવશ્યક નથી પણ એક વક્તા હોય અને તે અનુપયોગી