Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૨૪ ઢાળ-૮ : ગાથા–૧૨-૧૩
દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ હોય તો તેને એક દ્રવ્યાવશ્યક કહેવાય છે. (પરંતુ જો ઉપયોગપૂર્વક વક્તા કથન કરતા હોય, તો ભાવાશ્યક કહેવાય છે.) આવું ઋજુસૂત્રનય માને છે. આવા પ્રકારના અનુયોગદ્વાર સૂત્રના પાઠ સાથે આ તર્કવાદી આચાર્યોનો અભિપ્રાય વિરોધ પામે છે. કારણ કે તર્કવાદી આચાર્યોના અભિપ્રાય પ્રમાણે ઋજુસૂત્રનય પર્યાયાર્થિકમાં અંતર્ગત હોવાથી દ્રવ્યોશ્યકને ન માને, અને અનુયોગ દ્વારના આ પાઠમાં દ્રવ્યાવશ્યકને માને છે આમ કહ્યું છે. જેથી તેઓને પાઠનો વિરોધ આવે છે.
वर्तमानपर्यायाधारांश: द्रव्यांशः, पूर्वापरपरिणामसाधारण उर्ध्वतासामान्यः द्रव्यांश:, सादृश्यास्तित्वरूपतिर्यक्सामान्यः द्रव्यांशः, एहमां एकइं पर्यायनय न मानइ. तो ऋजुसूत्र पर्यायनय कहतां, ए सूत्र किम मिलइ, ते माटइं- "क्षणिकद्रव्यवादी सूक्ष्म ऋजुसूत्र, तत्तद्वर्तमानपर्यायापन्नद्रव्यवादी स्थूल ऋजुसूत्रनय कहवो" इम सिद्धान्तवादी कहइ छइ.
તર્કવાદી આચાર્યોના અભિપ્રાયે અનુયોગદ્વાર સૂત્રનો ઉપરોક્ત પાઠ સંગત થતો નથી. આ જ વાત ગ્રંથકારશ્રી ટબામાં વધારે સ્પષ્ટ કરે છે કે ત્રણ જાતના દ્રવ્યાંશ હોય છે. તે ત્રણમાંના એક પણ દ્રવ્યાંશને આ ઋજુસૂત્રનય તેઓના અભિપ્રાયે સ્વીકારતો નથી. તે આ પ્રમાણે–૧ વર્તમાન કાળના પર્યાયના આધારભૂત એવો જે દ્રવ્યાંશ છે તે. ૨ કાળક્રમે અનુક્રમે પૂર્વાપર પણે થતા એવા પરિણામોમાં (પર્યાયોમાં) વર્તતું સાધારણ એવું ઉર્ધ્વતા સામાન્યરૂપ જે દ્રવ્યાંશ છે તે. તથા ૩ જુદી જુદી વ્યક્તિઓમાં (અનેક જાતના ઘડામાં) સાદૃશ્યના અસ્તિત્વ સ્વરૂપે (આ પણ ઘટ, આ પણ ઘટ, આ પણ ઘટ ઈત્યાદિ સ્વરૂપે) વર્તતું જે તિર્યસામાન્ય રૂપ દ્રવ્યાંશ છે તે. આ ત્રણે પ્રકારના દ્રવ્યાંશોમાંથી એક પણ દ્રવ્યાંશને પર્યાયાર્થિકનય સ્વીકારતો નથી. તેથી જો ઋજુસૂત્રનય પર્યાયાર્થિક છે આમ કહીએ તો આ ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોવાથી ઉપરોક્ત ત્રિવિધમાંના એક પણ દ્રવ્યાંશને ન માનનાર થશે, તેથી દ્રવ્યાવશ્યકને માનનાર કેમ થાય ? અર્થાત્ દ્રવ્યાવશ્યકમાં લીનતા આ નયથી કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવતી નથી. ભાવનિક્ષેપો જ માન્ય રહે છે. દ્રવ્ય નિક્ષેપો માન્ય રહેતો નથી. તેથી અનુયોગદ્વારનો સૂત્રપાઠ આ તર્કવાદી આચાર્યોના અભિપ્રાયે કેમ મળે ? અર્થાત્ મળતો નથી. તેથી સૂત્રપાઠ ન મળવાનો તેઓને વિરોધદોષ આવશે. આમ કહીને ટબાકાર એવું કહેવા માગે છે કે ઋજુસૂત્રનયને જો દ્રવ્યાર્થિકમાં ન ગણીએ તો અનુયોગદ્વાર સૂત્રનો આ પાઠ સંગત થતો નથી.
પરંતુ જે સિદ્ધાન્તવાદી આચાર્યો છે. તેઓને અનુયોગદ્ધારના આ પાઠનો વિરોધ આવતો નથી. કારણ કે તેઓ ઋજુસૂત્રનયને વર્તમાનગ્રાહી હોવા છતાં દ્રવ્યાર્થિનમાં અંતર્ગત કરે છે. એટલે ઋજુસૂત્ર નય બે પ્રકારનો છે. ૧ સૂમ અને ૨ સ્કૂલ. ત્યાં