Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા–૧૨-૧૩
૩૨૧ પયાર્થકત્તે – “, પર્યાખ્યોતિ નો પૃથ6 | યત્તેર ઈક્રિયા દ્રષ્ટા, નિત્યં ગોપયુતે જે ૨ " રૂતિ.
"द्रव्यार्थपर्यायार्थनयलक्षणात् अतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद ? इत्येतेषामाशयः ।"
દ્રવ્યાર્થિક નયના મતે “સર્વે પર્યાયો ખરેખર કલ્પિત છે અને તે સર્વે પણ પર્યાયોમાં અવયિદ્રવ્ય જ સાચુ તત્ત્વ છે. જેમ કુંડલ આદિ પર્યાયોમાં હેમ (સુવર્ણ) એ જ સાચુ તત્ત્વ છે. તેમ અહીં જાણવું. ૧
પર્યાયાર્થિકનયના મતે- પર્યાયોથી દ્રવ્ય એ કોઈ જુદી વસ્તુ જ નથી.” કારણ કે તે પર્યાયો વડે જ અર્થક્રિયા દેખાય છે. પરંતુ નિત્ય એવું દ્રવ્ય ક્યાંય ઉપયોગમાં આવતું નથી. || ૨ .
આ બને શ્લોકો દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયના સ્વરૂપને સમજાવનારા છે. સર્વે પણ વસ્તુઓ દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે જ. દ્રવ્ય વિના ક્યારેય એકલા પર્યાયો હોતા નથી. અને પર્યાયો વિનાનું એકલું દ્રવ્ય ક્યારેય હોતું નથી. જૈનશાસનમાં જ્ઞાની ભગવન્તો કહે છે કે એ દ્રવ્યો “પરિણામી નિત્ય છે” અને પ્રત્યક્ષ પણ તેમ અનુભવાય જ છે. જેમ કે “દુધ-દહી-માખણ-ઘી-લાડુ” ઈત્યાદિ પર્યાયો બદલાતા જાય છે. છતાં તેમાં પુગલ દ્રવ્ય અન્વયિ પણ છે જ. દેવ-નરકતિર્યંચ અને મનુષ્ય અવસ્થાઓ બદલાય છે. છતાં તેમાં જીવદ્રવ્ય નિત્યપણે વર્તે જ છે. આમ સર્વત્ર જાણવું. જ્યારે દ્રવ્યાર્થિકનયવાળી દૃષ્ટિ હોય છે ત્યારે પર્યાયો કલ્પિત લાગે છે અને દ્રવ્ય જ દેખાય છે. જેમ કે પચીસ તોલા સોનાના દાગીના જુના ભાંગીને નવા નવા બનાવતા સોનાના માલીકને હર્ષ-શોક થતા નથી કારણ કે તેને આ દાગીનામાં સોનું જ દેખાય છે. હું ગમે તે નવા નવા દાગીના બનાવું અને જુના દાગીના ગળાવું. પરંતુ મારૂં સોનું મારા ઘરમાં જ રહે છે. એટલે કુંડલ-કડુ-કેયુર-કંદોરો બનવા છતાં તેમાં સોનું માત્ર જોનારને સુવર્ણદ્રવ્ય જ પ્રધાનતયા દેખાય છે. જો કે પર્યાયો પણ દેખાય છે પરંતુ તેની તે ગૌણતા કરે છે. એવી જ રીતે પર્યાયાર્થિકનયની દૃષ્ટિ જ્યારે હોય છે. ત્યારે પર્યાયો જ દેખાય છે. દ્રવ્ય ગૌણ થઈ જાય છે. જેમ કે કુંડલ-કડુ-કેયુરકંદોરો આ બધા અલંકારોમાં સુવર્ણદ્રવ્ય તેનું તે હોવા છતાં પણ કાને પહેરવું હોય તો કુંડલ જ કામ આવે છે. હાથે પહેરવું હોય તો કડુ જ કામ આવે છે. આમ પર્યાયો દ્વારા જ તે તે અર્થક્રિયા થાય છે તેથી તે તે પર્યાય જ યથાર્થ સત્ય દેખાય છે. દ્રવ્ય ૨૧