Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૦-૧૧
૩૧૭ નયો કરવા જોઈએ. પરંતુ જે અર્પિત અને અનર્પિત નય શાસ્ત્રોમાં કહેલા છે. તે અર્પિત એટલે વિશેષ કહેવાય અને અર્પિત એટલે સામાન્ય કહેવાય. આવો આ નિયોનો અર્થ હોવાથી જે “અનર્મિતનય” છે તે સામાન્યગ્રાહી હોવાથી સંગ્રહ નયમાં જ સમાઈ જાય છે અને જે અર્પિતનય છે તે વિશેષગ્રાહી હોવાથી વ્યવહારાદિક (વ્યવહાર-ઋજુસૂત્ર અને શબ્દ) નયોમાં જ સમાઈ જાય છે. આ રીતે અનર્પિત સંગ્રહમાં અને અર્પિત વ્યવહારાદિકમાં ભળી જતા હોવાથી અલગા કહેવાની જરૂર નથી. તેથી ૧૧ નયો કરવાની જરૂર નથી માટે અમે જે ૯ નયો કહ્યા છે તે બરાબર જ છે અને યુક્તિસંગત જ છે.
__ तो आदि-अंत कहेतां पहिला-पाछला नयना थोकडामांहिं एह द्रव्यार्थिकपर्यायार्थिक किम नथी भेलतां ? जिम सात ज मूलनय कहवाइं छइ, ते वचन सुबद्ध રડું ૮-૧૨ |
જો અર્પિત-અનર્પિતનો અનુક્રમે વ્યવહારાદિકમાં અને સંગ્રહમાં સમાઈ જાય છે. માટે અલગ ગણીને ૧૧ કરવાની જરૂર નથી આવું તમે સમજો છો તો પછી આ = આ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય પણ આદિ અને અંત એટલે કે પહેલાંના અને પછીના નયોના થોકડામાં (સમૂહમાં) ભળી જાય છે તે કેમ ભેળવતા નથી અને અળગા કરીને ૯ નયો શા માટે કરો છો ? દ્રવ્યાર્થિકનય દ્રવ્યગ્રાહી હોવાથી નૈગમાદિ પ્રથમના ૩ નયોમાં (જિનભદ્રગણિજીના મતે નૈગમાદિ ચાર નયોમાં) અને પર્યાયાર્થિક નય ઋજુસૂત્રાદિ ૪ નયોનાં (અને જિનભદ્રગણિજીના મતે શબ્દાદિ ૩ નયોમાં) સમાઈ જાય છે. આ કેમ દેખાતું નથી ? આ બને નયો પણ આદિના (પ્રારંભના) નયના (૩-૪ના) સમૂહમાં અને અંતના (પાછળલા) નયોના (૪-૩ના) સમૂહમાં ભળેલા જ છે. કારણ કે તેના જ તે ઉત્તરભેદો છે. તો આ રીતે બે નયોને પહેલાંના અને પછીના નયોના થોકડામાં (સમૂહમાં) કેમ ભેળવતા નથી ? જો ભેળવીને તમે જુઓ તો “સાત જ મૂલનયો કહેવાય છે” આવું શાસ્ત્રસિદ્ધ અને પરંપરાગતસિદ્ધ એવું શાસ્ત્ર વચન સુબદ્ધ રહે (સુરક્ષિત રહે).
સારાંશ કે ૭ ના ૯ કરો છો તો પછી ૯ ના ૧૧ પણ કરવા જોઈએ. અને અર્પિત-અનર્મિતનયને વ્યવહારાદિકમાં અને સંગ્રહમાં ભેળવીને ૯ કરો તો પછી દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકને પણ આદિ-અંતના થોકડામાં ભેળવીને ૭ જ નવો રાખવા જોઈએ જેના કારણે પૂર્વાચાર્યોની પ્રણાલિકા અતુટ (અખંડિત) રહી ગણાય. ૫ ૧૧૯ છે