Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૦૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા-૩-૫ વ્યવહારનયના ૨ ભેદ કહેલા છે. ૧ સભૂતવ્યવહારનય અને ૨ બીજો અસભૂતવ્યવહારનય. ગુણ-ગુણીનો ભેદ જણાવે તે વ્યવહારનય કહેવાય છે. આ વાત આવી ગઈ છે. જે ધ્યાનમાં હશે જ. તેમાં જે ગુણો વિષય હોય. અહીં એક વિષય કહેતાં એક દ્રવ્યને આશ્રિત હોય પોતાના જ દ્રવ્યને આશ્રિત હોય પરદ્રવ્યનો એટલે કે અન્યદ્રવ્યનો આશ્રય જેમાં ન હોય તે સદ્ભુત વ્યવહારનય કહેવાય છે. અને જ્યાં વિષય = અન્ય દ્રવ્યનો આશ્રય કરવામાં આવે તે અસભૂત વ્યવહારનય કહેવાય છે. સારાંશ કે એકદ્રવ્યાશ્રિત તે સંભૂત અને પરદ્રવ્યાશ્રિત તે અસદ્દભૂત. આમ, વ્યવહાર નયના બે ભેદ છે. તે ૧૧૧ છે.
पहेलो जे सद्भूतव्यवहार, ते २ प्रकार छई. एक उपचरित सद्भूत व्यवहार, बीजो अनुपचरित सद्भूतव्यवहार. सोपाधिक गुण-गुणिभेद देखाडिइं, तिहां प्रथमभेद. जिम "जीवस्य मतिज्ञानम्" उपाधि, तेह ज इहां उपचार. ॥ ८-४ ॥
વ્યવહારનયના ૨ ભેદમાંથી જે પ્રથમભેદ “સભૂતવ્યવહાર” નામનો છે. તેના પણ ૨ પ્રકાર છે. ૧ એક ઉપચરિત સભૂતવ્યવહાર નય, અને ૨ બીજો અનુપચરિત સદ્ભૂતવ્યવહારનય.
પ્રશ્ન- ઉપચરિત-અનુપચરિત સભૂતવ્યવહારનય કોને કહેવાય ?
ઉત્તર– સોપાધિક (કર્મમય ઉપાધિ સાપેક્ષ) એવા ગુણોનો ગુણીથી જે ભેદ દેખાડે છે. તે પ્રથમભેદ એટલે કે ઉપચરિત કહેવાય છે અને નિરુપાધિક (કર્મમયઉપાધિ રહિત) એવા ગુણોનો ગુણીથી જે ભેદ દેખાડે છે તે બીજો ભેદ એટલે કે અનુપચરિત કહેવાય છે. જેમ કે “જીવનું મતિજ્ઞાન” છે. અહીં મતિજ્ઞાન લાયોપથમિક ભાવવાળું છે. અને “જીવનું” લખીને ષષ્ઠી દ્વારા ભેદ જણાવ્યો છે. અને મતિજ્ઞાન જીવનો પોતાનો ગુણ હોવાથી એકદ્રવ્યાશ્રિત છે. માટે ઉપચરિત સભૂત વ્યવહારનય કહેવાય છે. અહીં કર્મમય જે ઉપાધિ છે. તે જ ઉપચારરૂપ સમજવી. (ઉપચારનું કારણ સમજવી). જ્યાં કર્મમયઉપાધિની સાપેક્ષતા હોય ત્યાં જ ઉપચાર કહેવાય છે. મેં ૧૧૨ ||
निरुपाधिक गुण-गुणि भेदई बीजो भेद, यथा "जीवस्य केवलज्ञानम्" इहां उपाधिरहितपणुं. तेह ज निरुपचारपणुं जाणवू ॥ ८-५ ॥
નિપાધિક (એટલે કે કર્મમય ઉપાધિથી રહિત) એવા ક્ષાયિક ભાવના ગુણોનો ગુણી એવા આત્માથી ભેદને દર્શાવનારો જે નય તે સભૂત વ્યવહારનયનો બીજો બેદ એટલે કે અનુપચરિત ભેદ જાણવો. જેમ કે “કેવળજ્ઞાન એ જીવનો ગુણ છે” અહીં