Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૮ : ગાથા-૩-૫
૩૦૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તે કાળે પ્રગટ થાય છે, અર્થાત્ કર્મમય ઉપાધિ વિદ્યમાન હોતે છતે ક્ષયોપશમભાવથી જે ગુણો પ્રગટ થાય તે ઉપાધિસાપેક્ષ ગુણો કહેવાય છે અને તેને જ કપાધિ સાપેક્ષ હોવાથી અશુદ્ધગુણો કહેવાય છે.
આત્મદ્રવ્યમાં ગુણો બે પ્રકારના છે. તેથી તે બન્ને પ્રકારના ગુણોની સાથે ગુણી એવા આત્મદ્રવ્યનો અભેદ સૂચવનારો જે નય છે. તે નિશ્ચયનય કહેવાય છે. તે નિશ્ચયનય પણ બે પ્રકારનો છે. ૧ શુદ્ધ નિશ્ચયનય. અને ૨ અશુદ્ધનિશ્ચયનય “જીવ કેવળજ્ઞાનાદિરૂપ છે” એટલે કે જીવ એ જ કેવળજ્ઞાન છે. જીવ એ જ અનંતચારિત્ર છે. ઈત્યાદિ સ્વરૂપે જે નિરૂપાધિક એવા અર્થાત્ કર્મમયઉપાધિથી રહિત, ક્ષાયિકભાવના કેવળજ્ઞાનાદિક જે નિર્મળ નિર્દોષ શુદ્ધ ગુણો છે. તે ગુણોના વિષયવાળો આત્મદ્રવ્યમાં અભેદ દેખાડનારો જે નય તે શુદ્ધનિશ્ચયનય કહેવાય છે. અને મતિજ્ઞાનાદિક (૪ જ્ઞાન-૩ અજ્ઞાન-૩ દર્શનપાંચ લબ્ધિ, સમ્યકત્વ, સંયમ, અને સંયમસંયમ રૂપ ૧૮) ગુણો કે જે ક્ષયોપશમભાવના છે. અને કર્મમય ઉપાધિ સાપેક્ષ હોવાથી અશુદ્ધ કહેવાય છે તે ગુણોનો ગુણી એવા આત્મદ્રવ્યમાં અભેદ જણાવનારો જે નય તે અશુદ્ધનિશ્ચયનય કહેવાય છે. આત્મા મતિજ્ઞાનાદિમય છે. આમ કહેવું તે આ નયનો વિષય છે. || ૧૧૦ | * દોઈ ભેદ વ્યવહારના જી, સભૂતાસભૂત | એક વિષય સભૂત છઇજી, પરવિષયાસભૂત રે !
પ્રાણી પરખો આગમભાવ ને ૮-૩ | ઉપચરિતાનુપચરિતથી રે, પહિલો દોઈ પ્રકાર છે સોપાધિક ગુણ-ગુણી ભેદઈ રે, જિએની મતિ ઉપચાર રે !
પ્રાણી પરખો આગમભાવ || ૮-૪ નિરુપાધિક ગુણ-ગુણિ ભેદો રે, અનુપચરિત સભૂત કેવળજ્ઞાનાદિક ગુણા રે, આતમના અભૂત રે ||
- પ્રાણી પરખો આગમભાવ ૮-૫ | ગાથાર્થ- વ્યવહારનયના પણ બે ભેદ છે ૧ સભૂતવ્યવહારનય અને ૨ અસદ્ભતવ્યવહારનય. એક દ્રવ્યાશ્રિત જે ગુણો હોય તે સભૂત અને પરદ્રવ્યાશ્રિત જે ગુણો હોય તે અસદ્ભૂત. ૮-૩ | ૨૦