Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૮ : ગાથા-૩-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સદ્ભૂતવ્યવહાર નામના પ્રથમભેદના ઉપચરિત અને અનુપચિરતના નામથી બે ભેદ છે. જ્યાં સોપાધિક ગુણ-ગુણીનો ભેદ જણાવે તે ઉપરિત સદ્ભૂત વ્યવહારનય. જેમ કે જીવનું મતિજ્ઞાન છે. ॥ ૮-૪ ॥
૩૦૬
જ્યાં નિરૂપાધિક ગુણ-ગુણીનો ભેદ જણાવે તે અનુપચિરત સદ્ભૂત વ્યવહાર નય છે. જેમ કે કેવળજ્ઞાનાદિક જે ગુણો છે. તે આત્માના અદ્ભૂત ગુણો છે.
|| ૮-૫ ||
ટબો- નિશ્ચયનય અભેદ દેખાડઈં, વ્યવહારનય તે ભેદ દેખાડઈ છઈં- વ્યવહાર નયના ૨ ભેદ કહ્યાં છઈં. એક-સદ્ભૂત વ્યવહાર, બીજો અસદ્ભૂત વ્યવહાર. તે એક વિષય કહતાં = એકદ્રવ્યાશ્રિત તે સદ્ભૂત વ્યવહાર. પરવિષય તે અસદ્ભૂત વ્યવહાર
|| ૮-૩ ||
પહેલો જે સદ્ભૂતવ્યવહાર તે ૨ પ્રકાર છઈં. એક ઉપચરિત સદ્ભૂત વ્યવહાર, બીજો અનુપચરિત સદ્ભૂત વ્યવહાર, સોપાધિક ગુણ-ગુણિભેદ દેખાડિÛ, તિહાં પ્રથમભેદ જિમ “નીવસ્ય મતિજ્ઞાન” ઉપાધિ, તેહ જ ઇહાં ઉપચાર. ॥ ૮-૪ |
નિરુપાધિક ગુણ-ગુણિ ભેદઈં બીજો ભેદ. યથા “નીવસ્ય વનજ્ઞાનમ્” ઈહાં ઉપાધિરહિતપણું, તેહ જ નિરૂપયારપણું જાણવું || ૮-૫ ||
વિવેચન– નિશ્ચયનયના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ સમજાવીને હવે વ્યવહારનયના ભેદ જણાવે છે. ગુણ અને ગુણીનો પ્રધાનતાએ જે ભેદ જણાવે તે વ્યવહારનય. અથવા બાહ્યભાવોને જે પ્રધાન કરે તે વ્યવહારનય, આવા પ્રકારની અનેક વ્યાખ્યાઓ આ નયની શાસ્ત્રોમાં આવે છે.
निश्चयनय अभेद देखाडई, व्यवहारनय ते भेद देखाडइ छई
નિશ્ચયનય હમેશાં અભેદ દેખાડનાર છે અને જે વ્યવહાર છે તે ભેદને દેખાડનાર છે. નિશ્ચયનયમાં અભેદની પ્રધાનતા અને વ્યવહાર નયમાં ભેદની પ્રધાનતા છે. હવે તે વ્યવહારનયના ભેદ જણાવે છે.
व्यवहारनयना २ भेद कयां छई, एक- सद्भूत व्यवहार, बीजो असद्भूत व्यवहार. ते एक विषय कहतां - एक द्रव्याश्रित, ते सद्भूत व्यवहार. परविषय, ते અદ્ભૂતવ્યવહાર. ॥ ૮-રૂ ॥