Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૦૪ ઢાળ-૮ : ગાથા–૧-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ प्रथम अध्यात्मभाषाई २ नय कहिया. एक निश्चयनय, बीजो व्यवहारनय, तिहां निश्चयनय द्विविध कहियो. एक शुद्धनिश्चयनय, बीजो अशुद्धनिश्चयनय, हे प्राणी ! आगमना भाव परखीनई ग्रहो. ॥ ८-१ ॥
અધ્યાત્મભાષાની અપેક્ષાએ મૂળભૂત પ્રથમ ૨ નયો કહ્યા છે. ૧ નિશ્ચયનય અને ૨. બીજો વ્યવહારનય. ત્યાં પ્રથમ જે નિશ્ચયનય છે તે પણ બે પ્રકારનો કહેલો છે. ૧ શુદ્ધનિશ્ચયનય અને ૨ બીજો અશુદ્ધનિશ્ચયનય.
આ બધા નયો, ઉપનયો અને અધ્યાત્મનો વિચારવા યોગ્ય છે મનન કરવા યોગ્ય છે. ઉંડાણ પૂર્વકના અવગાહન વિના એમને એમ માની લેવા જેવા નથી. તથા દિગંબરમતસમ્મત બધા જ નવો મિથ્યા છે. એમ પણ માની લેવાની જરૂર નથી. આગમના આ બધા ભાવો દુર્ગમ્ય છે. તેની પરીક્ષા કરવા પૂર્વક ઉંડાણથી અભ્યાસ કરવા પૂર્વક ગ્રહણ કરવા જેવા છે. આ બાબતમાં શ્વેતાંબર આમ્નાયમાં શ્રી વાદિદેવસૂરિજીકૃત પ્રમાણનયતત્તાલોક, શ્રી જિનભદ્રગણિક્ષમાક્ષમણજીકૃત વિશેષાવશ્યક-ભાષ્ય, પૂજ્ય ઉમાસ્વાતિજીકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર તથા પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીકૃત સમ્મતિ પ્રકરણ અને અનુયોગ દ્વારસૂત્ર આદિ મહાગ્રંથોમાં નયોનું વર્ણન ઘણું જ વિશદ રીતે મહાત્મા પુરુષોએ વર્ણવેલું છે. તથા નયપ્રદીપ નરહસ્ય અનેકાન્તવ્યવસ્થા આદિ ગ્રંથોમાં ગ્રંથકારશ્રીએ પોતે પણ નયોનું સુંદર વર્ણન સમજાવેલું છે તે જાણવા-ભણવા અને મનન કરવાનું ચુકવા જેવું નથી. ૧૦૯
जीव, ते केवलज्ञानादिरूप छड़, इम जे निरूपाधि कहिई कर्मोपाधिरहित, केवलज्ञानादिक शुद्ध विषय लेइ, आत्मानइं अभेद देखाडिइं, ते शुद्ध निश्चयनय, मतिज्ञानादिक अशुद्ध गुणनई आत्मा कहिइं, ते अशुद्ध निश्चयनय. ॥ ८-२ ॥
તત્ત્વનો જે નિશ્ચય કરાવે તે નિશ્ચયનય, ગુણ-ગુણીનો જે અભેદ જણાવે તે નિશ્ચયનય. આન્તરિક ભાવોને જે પ્રધાન કરે તે નિશ્ચયનય. અથવા વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જે પ્રધાન કરે તે નિશ્ચયનય.
જીવ નામના દ્રવ્યમાં જે જે ગુણો છે. તે બે પ્રકારના છે. એક સ્વાભાવિક, એટલે કે કર્મમય જે ઉપાધિ છે તે સંપૂર્ણપણે દૂર જાય ત્યારે જ પ્રગટ થાય, તેવા જે ગુણો અર્થાત્ નિરૂપાધિક જે ગુણો છે. તે સ્વાભાવિકગુણો કહેવાય છે આવા ગુણોને સાયિકભાવના ગુણો પણ કહેવાય છે. અને તે ગુણોને જ શુદ્ધગુણો કહેવાય છે.
તથા જે ગુણો જ્ઞાનાવરણીયાદિ કર્મોની હાજરીમાં જ, તેઓનો વિપાકોદય ચાલુ હોય ત્યારે જ, તે કર્મોનો રસઘાત કરીને જેટલા અંશે ક્ષયોપશમ કર્યો હોય તેટલા અંશે