Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૦૧
-
-
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા–૧ ૬-૧૯ આચ્છાદનનું કામ કરે છે. એટલે શરીરના આચ્છાદનનું કામ કરે એટલા માત્રથી તેને જો વસ્ત્રાદિ કહેવાય તો વલ્કલાદિને પણ વસ્ત્ર કેમ ન કહેવાય ? માટે શરીરાચ્છાદનત્વના કારણે આ ઉપચાર થયેલ નથી પરંતુ ભોક્તા-ભોગ્યત્વના સંબંધવિશેષની કલ્પનાથી વિજાતીયમાં મારાપણાનો આ ઉપચાર થયેલ છે. આ વિજાતીય અસભૂત વ્યવહાર ઉપનય જાણવો.
તથા આ ગઢ મારો છે. આ નગર મારું છે. આ દેશ મારો છે અથવા આ ગઢ-નગર-દેશ જે છે. તે જ હું છું. આવું જ બોલાય છે. તે સઘળું સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. કારણ કે ગઢ-નગર-દેશાદિમાં વસવાટ કરનારા જે સ્ત્રી-પુરુષાદિ જીવો છે. તે સ્વજાતિ છે. અને ઘર-દુકાન-હવેલી આદિ જે અજીવ પદાર્થો છે. તે વિજાતિ છે. તેથી ગઢ-દેશ આદિ પદાર્થો જીવ-અજીવ એમ ઉભયસ્વરૂપે વર્તે છે. તેથી તેમાં “હું અને મારા પણાનો” જે ઉપચાર કરાય છે તે ઉભય અસભુત વ્યવહાર ઉપનય જાણવો. | ૧૦૭ //
ઉપનયના આ સર્વે ભેદોને સમજાવનારી ગાથાઓ નયચક્રમાં ૨૧૯ થી ૨૪૬ છે. પરંતુ આ ગાથાઓ ઘણી હોવાથી અહીં આપેલ નથી. વિશેષાર્થીએ નયચક્રગ્રંથ જોઈ લેવો.
તથા શ્રી દેવસેનાચાર્યકૃત આલાપપદ્ધતિમાં ઉપનયોને સમજાવનારો પાઠ આ પ્રમાણે છે
उपनयभेदा उच्यन्ते-सद्भूतव्यवहारो द्विधा । शुद्धसद्भूतव्यवहारो यथाशुद्धगुणशुद्धगुणिनो:- शुद्धपर्याय शुद्धपर्यायिणोर्भेदकथनम् । अशुद्धसद्भूतव्यवहारो यथा अशुद्धगुणाशुद्धगुणिनोरशुद्धपर्यायाशुद्धपर्यायिणोर्भेदकथनम् इति सद्भूतव्यवहारोऽपि થા |
असद्भूतव्यवहारस्त्रेधा । स्वजात्यसद्भूतव्यवहारो यथापरमाणुर्बहुप्रदेशीति कथनमित्यादि । विजात्यसद्भूतव्यवहारो यथा मूर्त मतिज्ञानं, यतो मूर्तद्रव्येण जनितम्। स्वजातिविजात्यसद्भूतव्यवहारो यथा-ज्ञेये जीवेऽजीवे ज्ञानमिति कथनं, ज्ञानस्य विषयत्वात्। इत्यसद्भूतव्यवहास्त्रेधा ।
उपचरितासद्भूतव्यवहारस्त्रेधा । स्वजात्युपचरितासमद्भूतव्यवहारो यथा-पुत्रदारादि मम । विजात्युपचरितासद्भूत व्यवहारो यथा-वस्त्राभरणहेमरत्नादि मम । स्वजातिविजात्यु पचरितासद्भूतव्यवहारो यथा-देशराज्यदुर्गादि मम ।