Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા-૬-૧૧
૨૯૩
હવે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર “એ નામનો સાતમો ભેદ સમજાવે છે. જેમ કે “જે આ શરીર છે તે જ ચૈત્ર-મૈત્ર-દેવદત્તાદિ આત્મા છે.” અહીં શરીર એ પુદ્ગલાસ્તિકાયનો વિશિષ્ટાકાર રૂપે બનેલો પર્યાય જ છે. તે દેહાત્મક પુદ્ગલપર્યાયને વિષે ચૈત્ર-મૈત્રાદિ આત્મદ્રવ્યનો ઉપચાર કર્યો કહેવાય છે. મુખાદિ જે આકૃતિ છે. તે હું છું આવી દૃષ્ટિ તે આ નયનો વિષય છે. પરંતુ આ જ વાક્ય જો ઉલટી રીતે બોલવામાં આવે કે જે ચૈત્ર-મૈત્રાદિ આત્મા છે. તે શરીરરૂપ (શરીરધારી) છે. તો દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર થયો કહેવાય તેથી પાંચમો ભેદ થઈ જાય. પરંતુ પહેલાં પર્યાયનું કથન કરીને પછી તેમાં અન્ય દ્રવ્યનો ઉપચાર કરાય તો આ સાતમો ભાંગો થાય છે. ૭. ॥ ૯૯ ||
૮. ૯. ગુણમાં પર્યાયનો ઉપચાર, અને પર્યાયમાં ગુણનો ઉપચાર, એ નામનો આઠમો અને નવમો ભેદ.
गुणे पर्यायोपचारः "मतिज्ञान ते शरीर ज" शरीरजन्य छइ, ते माटिं, इहां मतिज्ञानरूप आत्मगुणनई विषयई शरीररूप पुद्गलपर्यायनो उपचार करिडं. ८.
पर्याये गुणोपचारः "जिम पूर्वप्रयोगज अन्यथा करिइं, " शरीर ते मतिज्ञानरूप गुण ज" इहां शरीररूप पर्यायनइं विषयइं मतिज्ञानरूप गुणनो उपचार कीजइ छइ. ९.
॥ ૭-૧૨ ॥
હવે “ગુણમાં પર્યાયનો ઉપચાર” એ નામનો આઠમો ભેદ સમજાવે છે. આ જીવને મતિજ્ઞાનની ઉત્પત્તિ શરીરમાં વર્તતી પાંચ ઈન્દ્રિયો દ્વારા અને મનદ્વારા થાય છે. એટલે ક્યારેક ક્યારેક એમ બોલાય છે કે મતિજ્ઞાન તે શરીર જ છે” “મતિજ્ઞાન તે ઈન્દ્રિયરૂપ જ છે” આવા પ્રકારનું બોલવાનું કારણ એ છે કે આ મતિજ્ઞાન શરીર જન્ય (શરીરવર્તી ઈન્દ્રિયજન્ય) છે. તે માટે આમ બોલાય છે. આ ઉદાહરણમાં “મતિજ્ઞાનાત્મક જે આત્માનો ગુણ છે. તેને વિષે શરીરાકારરૂપ (ઈન્દ્રિયાકારરૂપ) પુદ્ગલાસ્તિકાયના પર્યાયનો ઉપચાર કરાયો છે. આ આઠમો ભેદ થયો.
હવે “પર્યાયમાં ગુણનો ઉપચાર” એ નામનો નવમો ભેદ સમજાવે છે. અહીં ઉદાહરણ તરીકે પૂર્વે આઠમા ભેદમાં કહેલો પ્રયોગ જ અન્યથા રીતે (ઉલટી રીતે) કરીને કહીએ. જેમ કે “જે આ શરીર (ઈન્દ્રિયો) છે. તે મતિજ્ઞાનરૂપ ગુણ જ છે” કારણ કે મતિજ્ઞાન ઈન્દ્રિયો દ્વારા થાય છે. તેથી ઈન્દ્રિયો તે કારણ છે. અને તજ્જન્ય મતિજ્ઞાન એ કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઈન્દ્રિયો એ જ મતિજ્ઞાન છે. આમ બોલવું તે. અહીં ઈન્દ્રિયો એ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે. તેમાં જીવદ્રવ્યના મતિજ્ઞાન