Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૯૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા-૬-૧૧ હાથી-ઘોડા પ્રમુખ (વિગેરે) જે પર્યાયો છે તે આત્મદ્રવ્યના પર્યાયો છે. કારણ કે આયુષ્યકર્મ અને નામકર્મનો ઉદય આત્માને જ છે. પુદ્ગલને કર્મોનો ઉદય હોતો નથી. તેથી આત્મા જ હાથી-ઘોડા રૂપે બને છે. તેથી તેની સમાન જાતિવાળાં (એટલે કે દ્રવ્યનામની જાતિવાળાં) શેષ પાંચે દ્રવ્યોમાં અન્યત્ર ક્યાંઈ આ પર્યાયો નથી. કારણ કે હાથીપણું ઘોડાપણું અને તે રૂપે શારીરિક બંધારણ પ્રાપ્ત થવું આ બધું આયુષ્યકર્મ અને નામકર્મના ઉદયજન્ય છે. તેથી જીવદ્રવ્યને જ માત્ર સંભવી શકે છે. અન્યદ્રવ્યને સંભવી શકતું નથી. તેથી આ પર્યાયો અસમાન જાતીય દ્રવ્ય પર્યાયો કહેવાય છે. આ રીતે આયુષ્યકર્મ અને નામકર્મના ઉદયજન્ય આ સઘળા પર્યાયો જીવમાત્રમાં જ સંભવિત છે. તેથી હય-ગય પર્યાયો જીવના જ છે. છતાં તેહને વિષે “સ્કંધ” શબ્દનો પ્રયોગ જે કરીએ છીએ તે ઉપચાર વિના સંભવિત નથી. કારણકે સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ આ બધા શબ્દો પુગલાસ્તિકાય દ્રવ્યમાં જ વપરાય છે. પરમાણુઓનો (પ્રદેશોનો) પિંડ તે સ્કંધ કહેવાય. આ સ્કંધ શબ્દ પુરણ-ગલન ધર્મવાળા પુગલાસ્તિકાયમાં જ સંભવે છે. તો પણ આત્મદ્રવ્યના હય-ગય પર્યાય ઉપર, પુદ્ગલપર્યાય રૂપ જે અંધાત્મકતા છે. તેહનો ઉપચાર કરીને આત્મદ્રવ્યના હય-ગય પર્યાયને પણ સ્કંધ રૂપે કહ્યા છે. એટલે કે આ આત્મા હાથીપણાના અંધને પામ્યો. ઘોડાપણાના સ્કંધને પામ્યો. ઈત્યાદિ જે કંઈ બોલાય છે. તે સઘળું જીવદ્રવ્યના પર્યાયમાં પુદ્ગલ દ્રવ્યના પર્યાયનો આરોપ કરીને આ રીતે પ્રવર્તે છે. તેથી પર્યાયમાં પર્યાયનો ઉપચાર એ નામનો આ ત્રીજો ભેદ થયો, ૩. /૯૭ | ૪. – પ. દ્રવ્ય ગુણોપચાર, તથા દ્રવ્ય પર્યાયોપચાર નામનો ચોથો પાંચમો ભેદ.
કુપવાર - “હું જર' ફેમ વોન, “હું” તે માત્ર દ્રવ્ય, તિ"गौर" ते पुद्गलनो उज्वलतागुण उपचरिओ ४. द्रव्ये पर्यायोपचारः जिम "हुँ देह" રૂ૫ વોર્નાિરું હું” તે માત્મદ્રવ્ય, તિ€- “વેદ” તે પુરાતવ્યનો સમાનગાતીય દ્રવ્યપર્યાય ૩પરિવું. . . ૭-૧
૪-વિવક્ષિત કોઈ પણ એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણોનો ઉપચાર કરવો તે દ્રવ્યમાં ગુણનો ઉપચાર” આ નામનો અસભૂત વ્યવહાર ઉપનયનો ચોથો ભેદ જાણવો. જેમ કે “હું ગોરો છું” “હું કાળો છું” “હું ઘઉંવર્ણો છું” આમ બોલવું તે આ નયનો વિષય છે. કારણ કે અહીં “હું” પદથી આત્મા નામનું ચૈતન્યગુણવાળું સ્વકીય આત્મદ્રવ્ય સમજવાનું છે. તિહાં = તે આત્મદ્રવ્યમાં “ગૌરવ” ગોરાપણુ જે કહેવાયું છે. તે ગોરાપણું રૂપીદ્રવ્યનો ગુણ હોવાથી પુદ્ગલદ્રવ્યના ગોરાપણા રૂપ