Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૯૨
ઢાળ-૭ : ગાથા-૬-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (ઉજ્વલતા સ્વરૂપ) ગુણનો આરોપ કરાયો છે. કારણ કે આત્મા તો રૂપગુણથી રહિત છે. આ રીતે ચેતન એવા જીવદ્રવ્યમાં અચેતન એવા જડ દ્રવ્યના ગુણનો ઉપચાર કરાયો છે. માટે આ દ્રવ્ય ગુણોપચાર” નામનો ચોથો ભેદ સિદ્ધ થયો.
વિવક્ષિત કોઈ પણ એકદ્રવ્યમાં અન્યદ્રવ્યના પર્યાયનો ઉપચાર કરવો તે દ્રવ્ય પર્યાયોપચાર નામનો પાંચમો ભેદ સમજવો. જેમ કે “હું એ જ શરીર છું” આમ બોલવું તે આ નયનો વિષય છે. કારણ કે અહીં “હું” આ શબ્દથી પોતાનું આત્મદ્રવ્ય લેવાય છે. અને તે આત્મદ્રવ્યમાં, “દ” એટલે જે શરીર છે તે પુગલાસ્તિકાય નામના અન્યદ્રવ્યનો પર્યાય છે. તેનો આરોપ કરવામાં આવ્યો છે. જે શરીર છે તે એકપ્રકારની પુદ્ગલરચના છે. માટે પુગલાસ્તિકાય નામના અન્ય દ્રવ્યના પર્યાયનો તે આત્મ દ્રવ્યમાં ઉપચાર કરાયો છે. માટે દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર એ નામનો આ પાંચમો ભેદ થયો. ૯૮
૬. – ૭. ગુણમાં દ્રવ્યોપચાર, અને પર્યાયમાં દ્રવ્યોપચાર નામનો છઠ્ઠો-સાતમો ભેદ.
गुणे द्रव्योपचार:- जिम जे- "ए गौर दीसइ छइ" ते आत्मा. इम गौर उद्दिशीनइं आत्मविधान कीजइं. ए गौरतारूप पुद्गलगुण उपरि आतमद्रव्यनो उपचार. ६.
"पर्याये द्रव्योपचारः" जिम कहिई "देह ते आत्मा" इहां-देहरूप पुद्गलपर्यायनइ विषयई आत्मद्रव्यनो उपचार कहिओ. ७. ॥ ७-१० ॥
હવે છઠ્ઠો ભેદ “ગુણમાં દ્રવ્યનો ઉપચાર” સમજાવે છે. જેમ કે જે “આ ગૌર દેખાય છે. તે આ ચૈત્ર-મૈત્ર દેવદત્તાદિ કોઈ આત્મા છે.” અહીં જે ગૌરવર્ણ છે. તે પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનો ગુણ છે. તેથી શરીરાદિ ગુગલ જ ગૌર છે. આત્મા તો વર્ણાદિ રહિત હોવાથી અમૂર્તિ છે. છતાં પુગલમાં રહેલા તે ગૌરવર્ણને ઉદેશીને તેમાં ચૈત્ર-મૈત્ર અને દેવદત્તાદિ આત્માનું જે વિધાન કરાય છે. તે ગૌરતા સ્વરૂપ પુદ્ગલના ગુણ ઉપર આત્મદ્રવ્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. આ જ રીતે આ જે કાળો દેખાય છેતે કાળીદાસ છે. આ જે ઉજળો દેખાય છે તે ઉજમશીભાઈ છે. આ જે પીળો દેખાય છે તે પુનમચંદ છે. આ જે લાલ દેખાય છે તે લહેરચંદભાઈ છે. ઈત્યાદિ ઉદાહરણો સ્વયં સમજી લેવાં. આ જ વાક્યો જો ઉલટાવીને બોલીએ “ચૈત્ર-મૈત્ર જે છે તે ગૌર છે” “જે કાળીદાસ છે. તે કાળા છે” તો આ જ ઉદાહરણો “દ્રવ્યમાં ગુણનો ઉપચાર” એ નામના ચોથા ભેદનાં થઈ જાય છે. કારણ કે તે રીતે બોલવામાં ચૈત્ર-મૈત્રાદિ દ્રવ્યમાં પુગલના ગુણ ભૂત એવા ગૌરપણાનો ઉપચાર કર્યો કહેવાય. અને જે ગૌર દેખાય છે. તે ચૈત્રાદિ છે. આમ કહેવામાં આ છઠ્ઠો ભેદ થાય છે.