Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૯૪
ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
નામના ગુણનો આરોપ કર્યો. તેથી પર્યાયમાં ગુણોપચાર નામનો આ નવમો ભેદ થયો. આ રીતે અસદ્ભૂતવ્યવહારઉપનયના એક વિવક્ષાએ ૯ ભેદ થાય છે. બીજી વિવક્ષાએ ૩ ભેદ પણ થાય છે. તે ત્રણ ભેદો હવે પછીની ગાથાઓમાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. II ૧૦૦ ||
અસભ્તવ્યવહાર, ઈમ ઉપચારથી ।
એહ ત્રિવિધ હિવઈ સાંભળો એ. ॥ ૭-૧૨ ॥
ગાથાર્થ આ પ્રમાણે ઉપચારથી થયેલો આ અસદ્ભૂત વ્યવહાર ઉપનય ૯ પ્રકારનો સમજાવ્યો. હવે તે ત્રણ પ્રકારનો પણ છે. તે સાંભળો. || ૭-૧૨ ॥
ટબો– ઈમ ઉપચારથી અસદ્ભૂતવ્યવહાર ૯ પ્રકારનો કહિઈં, હવઈ એહના ૩ ભેદ કહિઈં છઈં, તે સાંભળો. II ૭-૧૨ ||
વિવેચન– જે દ્રવ્ય-ગુણ આદિ જે રૂપે સદ્ભૂત નથી. તેવા દ્રવ્યાદિને (પરદ્રવ્ય આદિનો આરોપ કરીને પણ) તે રૂપે ઉપચારથી કહેવું તે આ અસદ્ભૂત વ્યવહારનો વિષય છે. તેના ૯ ભેદો કહીને હવે બીજી રીતે ૩ ભેદો કહેતાં જણાવે છે કેइम उपचारथी असद्भूतव्यवहार ९ प्रकारनो कहिइं, हवइ एहना 3 भेद कहि જીરૂં, તે સાંમતો. ॥ ૭-૨૨ ॥
આ પ્રમાણે અન્યદ્રવ્ય - અન્યદ્રવ્યસંબંધીગુણ અને અન્યદ્રવ્યસંબંધી પર્યાયનો પરસ્પર ઉપચાર કરવા દ્વારા આ અસદ્ભૂતવ્યવહાર ઉપનય કુલ ૯ પ્રકારનો થાય છે. જેનું વર્ણન અમે હમણાં જ કહ્યું. હવે આ જ અસદ્ભૂત વ્યવહાર ઉપનયના બીજી વિવક્ષાએ ૩ ભેદો પણ થાય છે. તે સમજાવીએ છીએ. ।। ૧૦૧ ||
અસદ્ભૂત નિજ જાતિં, જિમ પરમાણુઓ । પ્રદેશી ભાષિઈ એ ॥ ૭-૧૩ ||
બહુ તેહ વિજાતિ જાણો, જિમ મૂરત મતી ।
મૂરત દ્રવ્યઈ ઉપની એ || ૭-૧૪ ||
અસદ્ભૂત દોઉ ભાંતિ, જીવ-અજીવનઇ ।
વિષયગ્યાન જિમ ભાસિઇ એ ॥ ૭-૧૫ ॥