Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૭
૨૫૯ [૧] જેમ કે આ ગ્રંથકર્તા પૂજ્ય યશોવિજયજી મ. શ્રી મહેસાણા પાસેના કનોડા ગામમાં જન્મેલા છે. તે વાત સૌ કોઈ જાણે છે. છતાં અમેરિકા, યુરોપ, કે જર્મન જેવા વિદેશોમાં “આ યશોવિજય ઉપાધ્યાયજી મ. ક્યાં જન્મ્યા ? આમ કોઈ પુછે તો કનોડામાં જન્મ્યા એમ વિશેષ એવું ગામનું નામ ન લેવાય, પણ ભારતમાં (હિન્દુસ્તાનમાં-ઈન્ડીયામાં) જમ્યા એમ જ કહેવું પડે. એટલે સામાન્યને જણાવનાર થયો. અને મદ્રાસ-બેંગ્લોરમાં કોઈ પૂછે કે આ મહારાજશ્રી ક્યાં જન્મ્યા ? તો ગુજરાતમાં જમ્યા, અથવા મહેસાણા જિલ્લામાં જન્મ્યા, આમ જ કહેવું પડે, અને મહેસાણામાં કોઈ પુછે તો કનોડા ગામમાં જન્મ્યા આમ કહેવું પડે. અને કનોડામાં કોઈ પુછે તો શેરી, ઘર, વિગેરે વિશેષ જણાવવું પડે. આ રીતે તૈગમનય યથાસ્થાને સામાન્ય અને વિશેષનો ઉપયોગ કરે છે. આ વસતિનું ઉદાહરણ જાણવું. આ રીતે પ્રસ્થક અને પ્રદેશનાં ઉદાહરણો પણ અનુયોગદ્વાર સૂત્ર આદિમાંથી જાણી લેવાં અને તે પણ ક્રમશર ઉભયની પ્રધાનતા કરનારું છે. આમ જાણવું.
[૨] કોઈ ગામના પ્રતિષ્ઠિત આગેવાન પાંચ માણસો મહારાજશ્રીને વંદનાદિ અર્થે આવ્યા હોય ત્યારે એમ કહેવાય છે કે આજે “આ ગામ આવ્યું છે” અથવા “આ ગામનું મહાજન આવ્યું છે” આ સામાન્યગ્રાહી મૈગમ છે.
[૩] અમદાવાદ અથવા સુરતથી પાલિતાણા તરફ જતો “છ”રી પાલતો નીકળેલો સંઘ, કોઈ પુછે કે ક્યાં જાય છે તો “પાલિતાણા” જાય છે. આમ જ કહેવું પડે. જો કે વચ્ચે વચ્ચેનાં સેંકડો ગામોમાં પણ જવાનો જ છે. તથાપિ વિશેષનો સ્વીકાર કરીને જ ઉત્તર આપે છે. આ વિશેષગ્રાહી નૈગમનય જાણવો. આ રીતે જ્યાં જ્યાં આરોપ અર્થાત્ ઉપચાર કરવામાં આવે છે. ત્યાં ત્યાં નૈગમનય જાણવો. જેમ કે સમયસર વરસતા વરસાદને “સોનુ વરસે છે” આમ જે કહેવાય છે. નદીનો કાંઠો આવે છતે નદી આવી આમ જે કહેવાય છે. તથા “આ રસ્તો ક્યાં જાય છે ?” “આ રસ્તો મુંબઈ જાય છે” ઈત્યાદિ બોલાતાં વાક્યો પણ નિગમનયનાં છે. આ નિગમનયના અહીં ૩ ભેદ છે. તે આ પ્રમાણે છે. ૧. ભૂતકાળમાં બની ચુકેલા અર્થમાં વર્તમાન કાળનો આરોપ કરવો તે. ભૂતનૈગમ. ૨. ભવિષ્યમાં થનારા અર્થમાં ભૂતકાળનો આરોપ કરવો તે. ભાવિનેગમ. ૩. ભૂત અને ભવિષ્યમાં રહેલા અર્થમાં વર્તમાનકાળનો આરોપ કરવો તે. વર્તમાનનૈગમ.
આ ત્રણભેદ પૈકી પ્રથમ ભેદનો અર્થ એ છે કે જે પ્રસંગો ભૂતકાળમાં બની ગયા છે. જેને બની ગયાને ઘણા-ઘણાં વર્ષો વીતી ગયાં છે. છતાં લોકો તે પ્રસંગની ઉજવણી તે તિથિએ અથવા તે તારીખે આજે કરે છે. અને આ ઉજવણી એવી કરે