Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૧૦
૨૬૫ कांइ सिद्ध अनइं कांइ असिद्धनइं वर्तमान कहइ, ते वर्तमाननैगम भाषिइं || -૬ |
ત્રીજો વર્તમાનનૈગમનય સમજાવે છે. વર્તમાનકાળમાં જે ક્રિયા ચાલુ હોય છે. તેને આશ્રયીને પ્રવર્તે છે. જે ક્રિયામાં કાર્ય કેટલાક અંશે કરાયું છે. અને કેટલાક અંશે કરવાનું બાકી છે. અર્થાત્ જે કાર્યમાં કંઈક અંશ સિદ્ધ છે. અને કંઈક અંશ અસિદ્ધ છે. તેને “વર્તમાન” રૂપે કહીએ તે વર્તમાનનૈગમ કહેવાય છે. જે કેટલોક અંશ બની ચુક્યો છે. તે તેની ભૂતકાળાવસ્થા છે અને જે કેટલાક અંશ બનવાનો બાકી છે તે તેની ભાવિઅવસ્થા છે. આ બન્નેને વર્તમાનમાં ખેંચી જઈને વર્તમાનરૂપે આરોપિત જે કરાય છે તે આ વર્તમાનનૈગમનાય છે. તેનું ઉદાહરણ હવે પછીની ગાથામાં જણાવે જ છે. || ૬-૯ ||
जिम कहिइ - "भक्त रांधिइ छइ" इहां भक्तना केतलाइक अवयव सिद्ध थया छइ, अनइ केटलाइक साध्यमान छइ, पणि-पूर्वापरीभूतावयव क्रियासंतान एक बुद्धि आरोपीनइ तेहनइं वर्तमान कहिइं छइं, ए आरोप सामग्री महिमाई-कोइ अवयवनी भूतक्रिया लेइ "पचति" ए ठामइं "अपाक्षीत्" ए प्रयोग नथी करता. (एवं कोई अवयवनी भाविक्रिया लइ “पचति" ए ठामइं “पक्ष्यति" प्रयोग पणि नथी करता.)
વર્તમાન બૈગમનય નામના ત્રીજાભેદનું ઉદાહરણ જણાવતાં કહે છે કે જેમ કોઈ રસોઈ કરતી વ્યક્તિને જોઈને કોઈ એક વ્યક્તિ તેની સાથેની બીજી વ્યક્તિને પુછે કે “આ સ્ત્રી અથવા પુરુષ શું કરે છે” ત્યારે તે સાથેની બીજી વ્યક્તિ ઉત્તર આપે છે કે આ સ્ત્રી અથવા પુરુષ “ભાત રાંધે છે” અહીં ભાત રાંધે છે આ વર્તમાન કાળનો પતિ પ્રયોગ છે. હકિકત એવી છે કે રંધાતા ભાતમાં કેટલાક દાણા સીજી ગયા છે. એટલે કે રંધાઈ ગયા છે. કેટલાક દાણા સીજે છે. અર્થાત્ રંધાય છે. અને કેટલાક દાણા હજુ સીજવાના છે રંધાવાના છે. આમ ત્રણે કાળની પરિસ્થિતિ તેમાં છે ત્યાં જે દાણા હાલ સીજે જ છે રંધાય જ છે. તેને આશ્રયીને તો પ્રતિ = તે રાંધે છે આ પ્રયોગ બરાબર છે. યથાર્થ છે. પરંતુ જે દાણા સીજી ગયા છે. અર્થાત્ રંધાઈ ગયા છે. અને જે દાણા સીજવાના છે હવે રંધાવાના છે. આ ભૂતકાલીન અને ભાવિકાલીન દાણાઓમાં “પતિ” તે રાંધે છે આ પ્રયોગ કેમ કરાય ? અને જો તેવો પ્રયોગ કરીએ તો તે પ્રયોગ મિથ્યા કેમ ન કહેવાય ? સભ્યપ્રયોગ કેવી રીતે કહેવાય ? આવા પ્રશ્નના ઉત્તરમાં “આ નય લાગે છે” એટલે કે પ્રવૃત્તિ = તે રાંધે છે આવો પ્રયોગ વ્યવહારમાં જે થાય છે. તે આ નયથી થાય છે. ગેસ ઉપર સીઝતા દાણાઓમાં કોઈ