Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭૬
ઢાળ-૬ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– એવંભૂત નય સર્વે શબ્દો જો ક્રિયાપરિણત અર્થવાળા હોય તો જ માન્ય રાખે છે. આ પ્રમાણે નવે નયોના મળીને ૨૮ અર્થાત્ ઘણા ભેદો થયા. / ૬-૧૫ |
ટબો- એવંભૂત નય-સર્વ અર્થ, ક્રિયાપરિણત-ક્રિયાવેલાઈ માનઈ, અન્યદા ન માનઈ, જિમ રાજઈ છત્રચામરાદિકઈ શોભઈ, તે રાજા, તિ પર્ષદામાંહિં બઈઠાં ચામર ઢલાઈ, તિવારઈં. સ્નાનાદિકવેલાઈ તે અર્થ વિના રાજા ન કહિઈ ઈમ નવઈ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રભૂત કહેતાં ઘણા થયા. II -૧૫ II
વિવેચન– શબ્દનય અને સમભિરૂઢ નય સમજાવીને હવે છેલ્લો એવંભૂત નય સમજાવે છે. એવંભૂતનય ક્રિયા પરિણત અર્થને માને છે.
एवम्भूतनय सर्व अर्थ, क्रियापरिणत-क्रियावेलाइ मानइं, अन्यदा न मानइं, जिम राजइ = छत्रचामरादिकई शोभई ते राजा, तिं पर्षदामांहिं बइठां चामर ढलाई, ति वारइं. स्नानादिकवेलाइं ते अर्थ विना राजा न कहिइं, इम नवई नयना अट्ठावीस મે મૂત હતાં પUT થયા. . ૬-૧૬ છે
એવંભૂત નય સર્વે પણ શબ્દો જ્યારે ક્રિયાપરિણત અર્થવાળા હોય, ત્યારે જ સ્વીકારે, જે શબ્દનો જેવો અર્થ થતો હોય તેવી ક્રિયા પ્રવર્તતી હોય, તો જ તેવો અર્થ પ્રાપ્ત હોવાથી તે શબ્દનો પ્રયોગ કરે. જેમ કે પાચકને પાચક ત્યારે જ કહે કે જ્યારે તે રસોઈની ક્રિયા કરતો હોય, અધ્યાપકને અધ્યાપક ત્યારે જ કહે કે જ્યારે તે અધ્યયન કરાવવાની ક્રિયા કરતા હોય, નૃપને નૃપ ત્યારે જ કહેવાય કે જ્યારે તે યુદ્ધ કરતા હોય અને મનુષ્યોનું રક્ષણ કરતા હોય, એવી જ રીતે રાજ = રાતે = જે છત્ર ચામર રાજમુગટ આદિ રાજચિહ્નો વડે શોભા પામે = શોભતા હોય, સિંહાસન ઉપર બેઠેલા હોય, તથા તિ વાપરું = જ્યારે તે રાજા પર્ષદા વચ્ચે બેઠા હોય, રાજચિંતા તથા રાજ્યવ્યવસ્થા કરતા હોય, ચામર આદિ વીંજાતાં હોય, તિવારવું = ત્યારે જ રાજા કહેવાય છે.
જ્યારે તે રાજા સ્નાનાદિ ક્રિયામાં વર્તતા હોય તે વેળાએ રાજાશાહી ઠાઠ-માઠશોભા વિદ્યમાન નથી. તેથી રાજા કહેવાય નહીં. રાજાશાહી ઠાઠ વિના રાજા કેમ કહેવાય ? અને જો રાજાશાહી ઠાઠ વિના પણ રાજા કહીએ તો સામાન્ય માનવીને પણ રાજા કહેવા પડે, આમ એવંભૂતનય ક્રિયાપરિણત અર્થને જ અર્થરૂપે પ્રધાનપણે સ્વીકારે છે.