Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૬ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૨૭૫ અને વર્તમાનકાળને જ જો તું માન્ય રાખે છે. ભૂત-ભાવિની વસ્તુ અસત્ અને વર્તમાનની જ વસ્તુ સત્ આમ જો તું માને છે આ રીતે કાળભેદવાળી જે વસ્તુ હોય તેને ભિન્ન છે. એમ તું સમજે છે. તો પછી જેનું લિંગ ભિન્ન, જેનું વચન ભિન્ન, તે શબ્દોથી વાચ્યવસ્તુ પણ ભિન્ન ભિન્ન હોવી જોઈએ, તે એક કેમ હોઈ શકે ? આવો ઠપકો આ શબ્દનય પોતાના નિકટવર્તી મિત્ર ઋજુસૂત્રનયને આપે છે. મિઠી ભાષાથી ઋજુસૂત્રનયને સમજાવે છે.
समभिरूढनय इम कहइ जे "भिन्न शब्द भिन्नार्थकज होइ" शब्दनयनइं ए इम कहइ जे "जो तुं लिंगादिभेदई अर्थभेद मानइं छइं, तो शब्दभेदई अर्थभेद कां न मानइं?" ते माटिं घटशब्दार्थ भिन्न, कुम्भशब्दार्थ भिन्न, इम ए मानइ, एकार्थपणुं પ્રસિદ્ધ છે. તે શબ્દાદ્ધિ નયન વાસના થી છે દ-૧૪ |
સમભિરૂઢ નય આ પ્રમાણે કહે છે કે જે જે શબ્દો ભિન્ન છે. તે તે શબ્દો સ્થૂલદૃષ્ટિએ ભલે પર્યાયવાચી-એકાર્થક સમાનાર્થક જણાતા હોય, તો પણ ભિન્નાર્થક જ હોય છે. કોઈ પણ પર્યાયવાચી શબ્દો શબ્દભેદવાળા હોવાથી અવશ્ય અર્થભેદવાળા જ હોય છે. જેમ કે “નૃપ-ભૂપ” આ બને શબ્દોનો અર્થ ભલે રાજા થતો હોય, અને તેથી ભલે સમાનાર્થક જણાતો હોય પરંતુ વાસ્તવિક તેમ નથી. 7પ એટલે મનુષ્યોનું પાલન કરનાર રાજા, અને ભૂપ એટલે પૃથ્વીનું પાલન કરનાર રાજા, બને રાજાઓની પ્રકૃતિ જુદી હોવાથી બન્ને રાજા જુદા કહેવાય છે. એમ આ સમભિરૂઢનયનું કહેવું છે.
આ સમભિરૂઢનય પોતાના નિકટતમવર્તી મિત્ર એવા શબ્દનયને ઉપાલંભ આપતાં આમ કહે છે કે તે શબ્દનય ! જો તું લિંગાદિ (લિંગ-વચન-કારક આદિ) થી અર્થનો ભેદ માને છે. તો પછી જે જે શબ્દો અલગ અલગ હોય ત્યાં શબ્દભેદે (વ્યુત્પત્તિભેદે) અર્થભેદ કેમ નથી માનતો ? ન્યાય તો બને સ્થાને સમાન જ પ્રવર્તિને તે માટે શબ્દનય ! ઘટશબ્દનો અર્થ ભિન્ન થાય છે. અને કુંભશબ્દનો અર્થ પણ ભિન્ન થાય છે. સમભિરૂઢનય આમ માને છે. પદ અને એ શબ્દોમાં, ગૃપ અને ભૂખ શબ્દોમાં તથા આવા પ્રકારના પર્યાયવાચી શબ્દોમાં જે એકાર્થપણું (સમાન અર્થપણું) પ્રસિદ્ધ છે. તે પૂર્વે આવી ગયેલા શબ્દ વિગેરે અન્ય નયના સંસ્કારોથી છે. વાસ્તવિક એકાર્થક પણું નથી પરંતુ ભિન્નાર્થક પણું છે. આમ આ નયનું કહેવું છે. તે ૮૭ | ક્રિયા પરિણત અર્થ માનાં સર્વ એવભૂત રે | નવાં નયના ભેદ ઈણિ પરિ, અઠ્ઠાવીસ પ્રભૂત રે
બહુભાંતિ ફેઈલી જઈને શઈલી . ૬-૧૫