Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૭ : ગાથા-૫
૨૮૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન- આ ઢાળની ૧ થી ૪ ગાથામાં શુદ્ધ અને અશુદ્ધ આમ બે પ્રકારનો સદ્દભૂત વ્યવહાર ઉપનય સમજાવીને હવે આ ઢાળની ગાથા ૫ થી ૧૫ મી ગાથા સુધીમાં અસદ્દભૂત વ્યવહાર ઉપનયના ૯ અથવા ૩ ભેદો છે. તે સમજાવાય છે. ત્યાં અસભૂત વ્યવહાર ઉપનય એટલે શું ? તે પ્રથમ વ્યાખ્યા (અર્થાત્ અર્થ) સમજાવે છે.
___परद्रव्यनी परिणति भल्यइ, जे द्रव्यादिक नवविध उपचारथी कहिइं, ते असद्भूत व्यवहार जाणवो ॥ ७-५ ॥
કોઈ પણ વિવક્ષિત એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની પરિણતિ (બીજા દ્રવ્યનું સ્વરૂ૫) એવું ભલી ગયું હોય કે જાણે વિવક્ષિત એવું આ પ્રથમ દ્રવ્ય અન્ય દ્રવ્યના સ્વરૂપે બન્યું હોય શું ? એમ લાગે. હકીકતથી એમ બન્યું ન હોય પરંતુ પરદ્રવ્યની પરિણતિ એવી ભળી ગઈ હોય કે એ પરિણામ વિવક્ષિત પ્રથમદ્રવ્યનો જ છે. આમ લાગે. આવો ઉપચાર (આરોપ) કરાય તે અસભૂત વ્યવહાર ઉપાય છે. તેના એક વિવક્ષાએ ૯ ભેદ છે અને બીજી વિવક્ષાએ ૩ ભેદ છે. જેમ લોઢાનો ગોળો બાળતો નથી. અગ્નિદ્રવ્ય જ બાળે છે. છતાં લોઢાનો ગોળો જ્યારે તપેલો હોય છે. ત્યારે આ ગોળા ઉપર પગ ન મુકશો “આ ગોળો બાળે છે” આમ જે બોલવું તે આ અસભૂત વ્યવહાર ઉપનય છે. કારણ કે “બાળવું” એ પરદ્રવ્યની (અગ્નિદ્રવ્યની) પરિણતિ છે. તે લોઢાના ગોળામય પ્રથમદ્રવ્યમાં આરોપિત કરી. આ રીતે આરોપણ કરાયેલી પરિસ્થિતિમાં આ ઉપનય લાગે છે. તેના નવ ભેદ છે. એક દ્રવ્ય-ગુણ-પર્યાયમાં, અન્ય દ્રવ્ય ગુણ પર્યાયનો આરોપ કરવાથી કુલ ૯ ભેદ થાય છે. ૧ દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, | ૪ ગુણમાં દ્રવ્યનો, | ૭ પર્યાયમાં દ્રવ્યનો આરોપ ૨ દ્રવ્યમાં ગુણનો આરોપ | ૫ ગુણમાં ગુણનો, | ૮ પર્યાયમાં ગુણનો આરોપ ૩ દ્રવ્યમાં પર્યાયનો આરોપ | ૬ ગુણમાં પર્યાયનો, | ૯ પર્યાયમાં પર્યાયનો આરોપ
ઉપર મુજબ એક દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અન્ય દ્રવ્ય-ગુણ પર્યાયનો આરોપ કરવો તે આ અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. વિવક્ષિત કોઈ પણ એક દ્રવ્ય કે તેના ગુણ-પર્યાયો પોતાના રૂપે સદભૂત છે. પરંતુ અન્ય દ્રવ્ય રૂપે કે તેના ગુણપર્યાયરૂપે સદભૂત નથી, છતાં તેમાં તેનો ઉપચાર કરીને અન્યદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે ગાવામાં આવે છે. તેથી આ વ્યવહાર ઉપનય અસભૂત કહેવાય છે.
- અધ્યયન કરનારા વિદ્યાર્થીવર્ગને સરળતાથી યાદ રહે એટલે અમે ઉપર જણાવેલા ક્રમે ૯ ભેદ ગણાવ્યા છે. પરંતુ ગ્રંથકારશ્રીએ આ જ નવ ભેદો જુદી રીતે અહીં આ - મૂળ ગાથાઓમાં રજુ કર્યા છે. તેઓનો (ગ્રંથકારશ્રીનો) ક્રમ આ પ્રમાણે છે.