Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૬
ઢાળ-૬ : ગાથા—૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પણ રાંધનારી વ્યક્તિ એવો પ્રયોગ કરતી નથી કે (૧) થોડા દાણા રંધાયા છે. (૨) થોડા દાણા રંધાય છે. અને (૩) થોડા દાણા રંધાશે. આવો પ્રયોગ કોઈ પણ કરતું નથી. પરંતુ પૂર્વાપરીભૂતાવયવક્રિયા સંતાનને (એટલે કે પૂર્વકાલમાં થયેલી અને પછીના કાળમાં થવા વાળી અવયવભૂત (અંશીભૂત) એવી જે ક્રિયાઓ છે. તેની સમુહરૂપે વિવક્ષા કરીને આ સઘળી ક્રિયા એક જ છે. એમ બુદ્ધિમાં આરોપિત કરીને તેને (ભૂતભાવિ ક્રિયાને) ત્યાંથી ખેંચીને વર્તમાનરૂપે જ કહે છે. એટલે કે ભૂત-ભાવિ ક્રિયાને વર્તમાનમાં સમાવીને માત્ર વર્તમાનકાળનો જ પ્રયોગ કરે છે.
**
જે કોઈ અવયવોમાં રંધાવાની ક્રિયા થઈ ચુકી છે તે ભૂતકાલીન ક્રિયાને ધ્યાનમાં લઈને પતિ આ વર્તમાનકાલીન પદના સ્થાને “અક્ષીત્” ભૂતકાલીન પ્રયોગ કરવો જોઈએ (એવી જ રીતે જે કોઈ અવયવોમાં રંધાવાની ક્રિયા થવાની છે. તે ભાવિક્રિયાને ધ્યાનમાં લઈને પતિ આ વર્તમાનકાલીન પદના સ્થાને “પતિ” આવો ભાવિકાલીન પ્રયોગ કરવો જોઇએ) પરંતુ ભૂત-ભાવિને વર્તમાનમાં સમાવી લેવા સ્વરૂપ આરોપ કરવાની સામગ્રી હોવાના મહિમાથી એટલે કે લોક વ્યવહારને અનુસરવારૂપ આરોપ કરવાનું કારણ હોવાથી કોઈ રાંધનાર વ્યક્તિ પતિ ના સ્થાને અાક્ષત્ (કે પતિ) પ્રયોગ કરતા નથી. તે આ નયનો પ્રભાવ છે. આ નય ભૂત-ભાવિ ક્રિયાને વર્તમાનમાં સમાવી લેવા સ્વરૂપ આરોપ કરીને વર્તમાન પ્રયોગ જ કરે છે.
11
जे नैयायिकादिक इम कहइ छइ, जे "चरमक्रियाध्वंस अतीत प्रत्यय विषय, ' तेहनइं- " किञ्चित्पक्व, किञ्चित्पच्यते " ए प्रयोग न थयो जोइइं, ते माटिं-ए वर्तमानारोप નૈામ મેન્દ્ર ન મતો નાખવો. ॥ ૬-૨૦ ॥
પ્રશ્ન– અહીં જે કોઈ નૈયાયિક આદિ આમ માને છે કે જ્યારે ક્રિયા ચાલુ હોય છે. ત્યારે વર્તમાન કાળ જ વપરાય, ભલે થોડી ક્રિયા થઈ ગઈ હોય, અને થોડી ક્રિયા થવાની બાકી હોય તો પણ ભૂત-ભાવિનો પ્રયોગ ન જ થાય, પરંતુ ચામળિયાબંત: अतीतप्रत्यय विषय જ્યારે ચાલુક્રિયાની ચરમક્રિયા આવે, અને તેનો ધ્વંસ થાય, એટલે કે અન્તિમક્રિયા જ્યારે સમાપ્ત થાય ત્યારે જ અતીતકાળનો (ભૂતકાળનો) વ્યવહાર થાય.જેમ કે ભાત રાંધવાની ક્રિયા ગેસ ઉપર ચાલુ છે તેમાં કેટલાક દાણા ભલે ગંધાયા છે કેટલાક રંધાય છે. અને કેટલાક રંધાવાના બાકી છે તો પણ જ્યાં સુધી ગેસ ઉપર આ રાંધવાની ક્રિયા ચાલુ હોય ત્યાં સુધી રસોઈ થાય છે. આમ વર્તમાન જ કહેવું જોઈએ. માટે આરોપ કર્યા વિના “પતિ” પ્રયોગ જ કરાય છે. અને આ
=