Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭૨ ઢાળ-૬ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. જેમ કે પોતાના પિતા પાસે, ભાઈ પાસે, પુત્ર પાસે ધન હોય તેનાથી પોતાની જાતને ધનવાન આ નય માનતો નથી કારણ કે તે ધન પોતાની ઈચ્છાનુસાર કાર્યસાધક નથી. તેથી “ગાંઠે તે સાંઠે” જે પોતાની માલિકીનું હોય, પોતાની પાસે હોય, પોતાની ઈચ્છાનુસાર જેનો ઉપયોગ કરી શકે તે જ વસ્તુ પોતાની છે અને સાચી છે. પારકાની વસ્તુ આપણને શું કામની ? તેથી પારકી વસ્તુને આપણુ કાર્યસાધક ન હોવાથી મિથ્યા માને છે. આ દૃષ્ટિએ પિતા પાસે, પુત્ર પાસે કે કોઈ કુટુંબીઓ પાસે વર્તમાનકાલે ધન હોવા છતાં પણ “નિજ અનુકુલ” પોતાની ઈચ્છાનુસાર તેનો ઉપભોગ શક્ય ન હોવાથી આવા ધન વડે પોતાને ધનવાન આ નય માનતો નથી. સારાંશ કે વર્તમાનકાળમાં પણ પોતાના કાર્યસાધકને જ વાસ્તવિક વસ્તુ માને છે.
ते ऋजुसूत्र नय द्विभेद कहेवो, एक सूक्ष्म, बीजो स्थूल, सूक्ष्म ते क्षणिकपर्याय मानइं, स्थूल ते-मनुष्यादि पर्याय मानइं, पणि कालत्रयवर्ती पर्याय न मानइं. व्यवहारनय त्रिकालपर्याय मानइं. ते माटिं स्थूल ऋजुसूत्र-व्यवहार नयनइं संकर न जाणवो.
તે ઋજુસૂત્રનયના બે ભેદ કહેવા. પહેલો એક ભેદ સૂક્ષ્મ ઋજુસૂત્રનય, અને બીજો એક ભેદ સ્થૂલ ઋજુસૂત્રનય. ત્યાં જે સૂક્ષ્મઋજુસૂત્ર નય છે તે ક્ષણિકપર્યાયને માને છે. પ્રત્યેક પદાર્થોના પ્રતિસમયે જે જે પર્યાયો થાય છે. તે સમયમાત્ર જ રહેનારા હોવાથી અને સમય એ અત્યન્ત ભૂમિ વર્તમાનકાળ હોવાથી તે જ પર્યાયો સત્ છે. કોઈ પણ પર્યાય એક સમયથી વધારે રહેતો નથી. બીજા જ સમયે તે પર્યાય અસત્ બને છે. આમ આ સૂક્ષ્મઋજુસૂત્રનય માને છે. પરંતુ જે સ્થૂલઋજુસૂત્ર નય છે. તે મનુષ્યાદિ કંઈક દીર્ઘવર્તમાનકાળવર્તી પર્યાયને માને છે. સ્થૂલઋજુસૂત્ર નય પણ માને તો છે વર્તમાન કાળ જ, પરંતુ કંઈક દીર્ઘવર્તમાનકાળવર્તી પર્યાયને વર્તમાનરૂપ હોવાથી માન્યતા રાખે છે. સૂક્ષ્મ ઋજુસૂત્ર નય તો ક્ષણિકપર્યાયને વર્તમાનરૂપે સ્વીકારનાર હોવાથી ત્રિકાળવર્તી પર્યાયને નથી માનતો, પરંતુ આ સ્થૂલ ઋજુસૂત્રનય પણ ત્રણકાળવર્તી (મેરૂપર્વત-શાશ્વચૈત્ય ઈત્યાદિ) પર્યાયને માનતો નથી. ફક્ત દીર્ધકાળવાર્તા વર્તમાનને જ પ્રધાન કરે છે.
- આ રીતે સ્થલઋજુસૂત્ર નય દીર્ઘ એવા પણ વર્તમાનકાળને માન્ય રાખે છે. ભૂત-ભાવિને નહીં. જ્યારે વ્યવહારનય ત્રિકાળવર્તી પર્યાયને માને છે. નિકટના ભૂતભાવિને પણ માન્ય રાખે છે. આવા પ્રકારનો બને નયોમાં માન્યતાભેદ છે. તે માટે