Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૦ ઢાળ-૬ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે કે જાણે આ પ્રસંગ આજે જ બની રહ્યો હોય. તે આ ભૂતનૈગમ નામનો પ્રથમભેદ છે. તેનું ઉદાહરણ આગળલી ગાથામાં આવે જ છે. ૮૦ || ભૂત નૈગમ કહિએ પહિલો, દિવાળી દિન આજ રે | યથા સ્વામી વીર જિનવર, લહીઆ શિવપુર રાજ રે ||
બહુભાંતિ ફઈલી જઈન શઈલી / ૬-૮ // ગાથાર્થ– આજે દીવાળીનો દિવસ હોય, અને એમ કહીએ કે આજે વીર જિનેશ્વર (નિર્વાણ પામ્યા) મુક્તિનગરનું રાજ્ય પામ્યા. આ પ્રથમભેદ ભૂતનૈગમ નય કહેલો છે. || ૬-૮ |
ટબો- તે પ્રથમભેદનું ઉદાહરણ દેખાડઈ છઈ- જિમ કહિઈ. “આજ દીવાલી દિનનઇ વિષઇ શ્રી મહાવીર શિવપુરનું રાજ્ય પામ્યા” ઈહાં- અતીત દીવાલી દિનનઇ વિષ6 વર્તમાન દીવાલી દિનનો આરોપ કરિઇ છઇં. વર્તમાન દિનનઈ વિષયઈ ભૂતદિનનો આરોપ કરિઈ. દેવાગમનાદિ મહાકલ્યાણ ભાજનવ-પ્રતીતિ પ્રયોજનનઈ અર્થિ, જિમ “જાય પોષઃ” ઈંહા ગંગાતટનઈ વિષયઈ ગંગાનો આરોપ કીજઈ છઈ. શેત્યપાવનત્વાદિ પ્રત્યાયન પ્રયોજન ભણી, તો ઈ ઘટમાન છે. જે વીરસિદ્ધિગમનનો અન્વય ભક્તિભણી પ્રતીતિક માનિઇ. એ અલંકારના જાણ પંડિત હોઈ, તે વિચારજો. | ૬-૮ ||
વિવેચન- હવે નૈગમનયના પ્રથમભેદનું ઉદાહરણ કહે છે.
ते प्रथमभेद- उदाहरण देखाडइ छइ- जिम कहिइं- "आज दीवाली दिननई विषइ श्री महावीर शिवपुरनुं राज्य पाम्या" इहां अतीत दीवाली दिननई विषई वर्तमान दीवाली दिननो आरोप करिइं छइं. वर्तमान दिननई विषयई भूतदिननो आरोप करिइं.
જેમ લોકો આ પ્રમાણે કહે છે કે- “આજે દીવાલીના દિવસને વિષે (એટલે કે આજે દીવાલીના દિવસે) શ્રી મહાવીર પ્રભુ શિવપુરનું (મુક્તિનું) રાજ્ય પામ્યા.” અહીં વર્તમાન કાળની ગુજરાતી આસો વદી અમાવાસ્યાના દીવાળીના દિવસને (અને મારવાડી કારતક વદ અમાવાસ્યાના દિવસને) જાણે ભૂતકાળની દિવાળીનો વાસ્તવિક જ દિવસ આ હોય શું ? આ રીતે અતીત દીવાલીના દિનનો વર્તમાન દીવાલીમાં આરોપ કરવામાં આવ્યો છે. જો કે વર્તમાન દીવાલમાં પ્રભુ નિર્વાણ પામ્યા નથી, ભૂતકાલીન દીવાલમાં જ પ્રભુ નિર્વાણ પામ્યા છે. પરંતુ આજની દીવાળી જાણે