Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫૮
ઢાળ-૬ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- બહુમાન કહતાં ઘણાં પ્રમાણ “સામાન્ય વિશેષ જ્ઞાન રૂપ” તેહનો ગ્રાહી નૈગમનય કહિછે, “ નિતિ” રૂતિ નૈ , વીરત્નોપાત્ નમ: તિ વ્યુત્પત્તિકા નૈગમનયના ૩ ભેદ છઈ. પ્રથમ નૈગમ ભૂતાર્થઈ વર્તમાનનો આરોપ કરવાનઈ લીન કહતાં તત્પર છઈ. T -૭ |
વિવેચન– દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ, અને પર્યાયાર્થિકનયના ૬ ભેદ દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીકૃત નચક્ર ગ્રંથના આધારે સમજાવ્યા. હવે તેઓના જ ગ્રંથના આધારે નૈગમાદિ સાત નિયોના અર્થો તથા ભેદો જણાવે છે. નૈગમનયના ૩ ભેદ, સંગ્રહવ્યવહાર-ઋજુસૂત્રનયના ૨,૨,૨ અને શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયના ૧,૧,૧ કુલ આ સાતનયના ભેદો ૧૨ થાય છે. અને પૂર્વના બે નયના ૧૦ + ૬ ઉમેરતાં કુલ ૨૮ ભેદો નવનયના તેઓના મતે થાય છે.
बहुमानग्राही कहतां घणां प्रमाण "सामान्य विशेष ज्ञान रूप," तेहनो ग्राही नैगमनय कहिइं. "नैकैर्मानैर्मिनोति" इति नैकगमः ककारलोपात् नैगमः, इति व्युत्पत्तिः, नैगमनयना ३ भेद छइ. प्रथम नैगम भूतार्थइ वर्तमाननो आरोप करवानइं लीन कहतां તત્પર છે. તે ૬-૭ છે.
નૈગમનય ઘણી વિશાળ દૃષ્ટિ ધરાવે છે. ક્યારેક સામાન્યને, ક્યારેક વિશેષને, અને ક્યારેક સામાન્ય-વિશેષ ઉભયને પણ ક્રમશઃ પ્રધાન કરીને સ્વીકારે છે. જ્યાં જે રીતે વસ્તુસ્થિતિ સંભવે, શ્રોતાઓને જે રીતે અર્થ બોધ થાય, વ્યવહારમાં જે રીતે વાત બંધબેસતી આવે, તે રીતે આ નય વસ્તુસ્વરૂપે રજુ કરે છે. આ કારણથી આ નયને વસ્તુ સ્વરૂપ સમજાવવામાં કોઈ એક નીતિરીતિ નથી. એટલે જ તે શબ્દની વ્યુત્પત્તિ આ રીતે થાય છે કે “ર : માનૈઃ પિનોતિ” એક માપથી જે ન માપે, પરંતુ જે ઘણા માપથી વસ્તુને માપે તેને નૈગમનય કહેવાય છે. આવી નૈગમ શબ્દની વ્યુત્પત્તિ થઈ છે. તેમાં પૂર્વ શબ્દના કકારનો લોપ થયો છે. પિનોતિ નો અર્થ સમતિ કરીને ન ધાતુ નવા જેવો અર્થ સમજવો તેથી ર + અ + મ = નૈકગમ શબ્દ થયો તેમાં ક નો લોપ થવાથી નિગમ શબ્દ બન્યો છે.
અથવા નિ: શબ્દ પણ છે. ભિન્ન ભિન્ન દેશોમાં પ્રવર્તતો યથાયોગ્ય વ્યવહાર એવો તેનો અર્થ થાય છે. નિષ મવ: રૂતિ તૈયા: આમ પણ વ્યુત્પત્તિ થઈ શકે છે.
આ નૈગમનય સામાન્યને, વિશેષને અને ક્યારેક ઉભયને પણ માન્ય રાખે છે. તેનાં ઉદાહરણો આ પ્રમાણે છે.