Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા—દુ
૨૫૫
જીવોમાં સત્તાગત રહેલા શુદ્ધ કેવલજ્ઞાનાદિ પર્યાયો કાળ પાકે છતે આવિર્ભાવ પામાનાર હોવાથી સાદિ થવાના કારણે દિગંબર આમ્રાયમાં આ નયને “અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક” નય કહેલ છે. ॥ ૭૮ ||
પર્યાય અર્થે અનિત્ય અશુદ્ધો, સાપેક્ષ કર્મોપાધિ રે । સંસારવાસી જીવનઇ જિમ, જનમ-મરણહ વ્યાધિ રે
બહુભાંતિ ફઈલી જઈન શઈલી || ૬-૬ ||
ગાથાર્થ કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય નામનો આ છઠ્ઠો ભેદ જાણવો. જેમ કે સંસારી જીવોને જન્મ-મરણાદિ કર્મોદયજન્ય જે જે વ્યાધિઓ છે તે. || ૬-૬ ||
ટબો– કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક એ છઠ્ઠો ભેદ. જિમ “સંસારવાસી જીવનઇં જનમ મરણ વ્યાધિ છઈ.” ઈમ કહિઈં ઈહાં જન્માદિક પર્યાય જીવના કર્મ સંયોગજનિત અશુદ્ધ છઈ. તે કહિયા. તે જન્માદિક પર્યાય છઈ. તો તેહના નાશનઇં અર્થઈં મોક્ષાર્થÛ જીવ પ્રવર્તાઈ છઈ. II ૬-૬ ||
વિવેચન– પર્યાયાર્થિક નયનો “કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક” નામનો છઠ્ઠો ભેદ હવે સમજાવે છે.
कर्मोपाधिसापेक्ष अनित्य अशुद्ध पर्यायार्थिकः ए छठ्ठो भेद. जिम-संसारवासी जीवनई जनम मरण व्याधि छड़. इम कहिइं इहां-जन्मादिक पर्याय जीवना कर्मसंयोगजनित अशुद्ध छन्, ते कहिया, ते जन्मादिक पर्याय छइ, तो तेहना नाशनइं अर्थ मोक्षार्थइ जीव प्रवर्तइ छइ ॥ ६-६ ॥
“કર્મોના ઉદય દ્વારા” રાજા-રંક-દુઃખ-સુખ-જન્મ મરણ આદિ જીવના જે પર્યાયો થાય છે. તેને સમજાવનારો પર્યાયાર્થિકનયનો આ છઠ્ઠો ભેદ છે. તેનું નામ “કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયર્થિક નય છે” અહીં જન્મ-મરણ વિગેરે સંસારી જીવોના કર્મોદયના સંયોગથી જન્ય જે જે પર્યાયો થાય છે તે શુદ્ધ જીવના સ્વાભાવિક પર્યાયો ન હોવાથી અશુદ્ધ કહેવાય છે. તે આ નયમાં કહેલા છે. વળી આ પર્યાયો કર્મોદયજનિત હોવાથી જ્યાં સુધી કર્મોદય હોય ત્યાં સુધી જ રહેવાવાળા છે. સદાકાળ રહેવાવાળા નથી. માટે અનિત્ય કહ્યા છે.