Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫૪
ઢાળ-૬ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- કપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક પાંચમો ભેદ, જિમ-ભવજંતુના સંસારીજીવના પર્યાય, સિદ્ધજીવના સરખા કહિછે. કપાધિભાવ છતા જઈ, તેહની વિવક્ષા ન કરી, જ્ઞાન દર્શન ચાસ્ત્રિ શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. II - II
વિવેચન- પર્યાયાર્થિકનયનો હવે પાંચમો ભેદ સમજાવે છે.
कर्मोपाधिरहित नित्य शद्ध पर्यायार्थिक पांचमो भेद, जिम भवजंतुना-संसारी जीवना पर्याय सिद्धजीवना सरखा कहिइं. कर्मोपाधिभाव छता छइ, तेहनी विवक्षा न વરી, જ્ઞાન, વન, રાત્રિ શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. I - I
દ્રવ્યોમાં બે જાતના પર્યાય હોય છે. એક સ્વતંત્રભાવે પોતાના દ્રવ્યમાત્રના સહજ પર્યાયો, અને બીજા અન્યદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા પર્યાયો. જેમ કે જીવના સાયિક ભાવના કેવલજ્ઞાનાદિ પર્યાયો તે સ્વાભાવિક હોવાથી શુદ્ધ પર્યાયો કહેવાય છે. અને જે ઔપથમિક, ક્ષયોપથમિક અને ઔદયિકભાવે પર્યાયો થાય છે તે કર્મ સાપેક્ષ હોવાથી અશુદ્ધ પર્યાયો કહેવાય છે. એવી જ રીતે પુગલાસ્તિકાયમાં સ્વતઃ જે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ છે. એ સર્વે શુદ્ધ પર્યાયો છે. અને જીવના સહયોગથી શરીરાદિમાં જે રૂપાદિસંસ્થાનાદિ પર્યાયો થાય છે તે કર્મોપાધિ સાપેક્ષ હોવાથી અશુદ્ધ પર્યાયો કહેવાય છે.
પર્યાયાર્થિક નય હંમેશા મુખ્યતાએ પર્યાયોને પ્રધાન કરે છે. તેમાં જ્યારે અન્ય (કર્મરૂપ પુદ્ગલ) દ્રવ્યના નિરપેક્ષપણે જીવના પોતાના ક્ષાયિક ભાવના જે સ્વાભાવિક ગુણધર્મો છે. તેને જ વધારે પ્રધાન કરનારો આ “કર્મોપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક” નય નામનો પાંચમો ભેદ જાણવો. જેમ કે ભવજંતુના એટલે કે સંસારી જીવોના પણ સત્તાગત જ્ઞાનાદિ પર્યાયો સિદ્ધ પરમાત્માના તુલ્ય જ છે. જેવા સિદ્ધપરમાત્મામાં કેવળજ્ઞાનાદિ અનંત ગુણધર્મો છે. તેવા જ અનંતગુણધર્મો નિગોદાદિ સર્વ સંસારી જીવરાશિમાં પણ સત્તાગત રીતિએ છે જ.
- અહીં સંસારી જીવોમાં “કપાધિ” વિદ્યમાન છે. છતાં તેની વિવક્ષા કરવામાં આવી નથી. કપાધિ રહિત સત્તાગતભાવે રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે શુદ્ધપર્યાયોની જ માત્ર વિવક્ષા કરવામાં આવી છે. સત્તાગતભાવે રહેલા આ શુદ્ધપર્યાયો કર્મોપાધિ રહિત છે. અને સ્વતઃ હોવાથી તથા પરિપૂર્ણ હોવાથી શુદ્ધ છે અને અપ્રગટભાવે કે પ્રગટભાવે અનાદિકાળથી અનંતકાળ સુધી જીવમાં રહેવાવાળા છે. માટે નિત્ય છે. આ રીતે કપાધિરહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નામનો આ પાંચમો ભેદ સમજાવ્યો.' સંસારી
૧. દિગંબરાન્ઝાયમાં આ ભેદનું અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય એવું નામ છે.