Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૪
ઢાળ-૫ : ગાથા૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ટબો- દસમો દ્રવ્યાર્થિક પરમભાવગ્રાહક કહિઓ. જે નયનઇ અનુસારઇ આત્મા જ્ઞાનસ્વરૂપ કહિઇ છઇં. દર્શન યાત્રિ વીર્ય લેશ્યાદિક આત્માના અનંતગુણ છઈ. પણિસર્વમાં જ્ઞાન સાર-ઉત્કૃષ્ટ છઈ. અન્યદ્રવ્યથી આત્માનઇ ભેદ જ્ઞાનગુણઇ દેખાડિઇં કઇં. તે માટે – શીધ્રોપસ્થિતિક પણઇ આત્માનો જ્ઞાન તે પરમભાવ છઇં. ઈમ બીજાઈ દ્રવ્યના પરમભાવ-અસાધારણ ગુણ લેવા. “પરમાવપ્રદશે દ્રવ્યથા ” દ્રશ: પ-૧૯ II
વિવેચન- પ્રત્યેક દ્રવ્યોમાં ગુણ-પર્યાય સ્વરૂપ ભાવો તો અનેક અનેક છે. પરંતુ તેમાં પરમભાવ એટલે અસાધારણધર્મ તો એક જ હોય છે. જે ધર્મથી તે પદાર્થ ઓળખાતો હોય છે. તે ધર્મ (ભાવ) એક જ હોય છે. અને તેને જ “પરમભાવ” કહેવાય છે. તે ભાવને આશ્રયી પદાર્થનું સ્વરૂપ જણાય છે.
दसमो द्रव्यार्थिक परमभावग्राहक कहिओ. जे नयनइं अनुसारइं आत्मा ज्ञानस्वरूप कहिई छई. दर्शन चारित्र वीर्य लेश्यादिक आत्माना अनंतगुण छइं. पणि सर्वमां ज्ञान सार-उत्कृष्ट छइ. अन्यद्रव्यथी आत्मानइं भेद ज्ञानगुणइ देखाडिई छई. ते माटिं शीघ्रोपस्थितिकपणइं आत्मानो ज्ञान ते परमभाव छइं. इम बीजाई द्रव्यना परमभावઅસાધારી ગુન નેવા. “પરમાવાહો વ્યાથવશમ: | -૬૧ |
દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદોમાં છેલ્લો ભેદ “પરમભાવગ્રાહક” નામનો દસમો ભેદ છે. સર્વે દ્રવ્યોમાં અનેક અનેક ગુણધર્મો અને પર્યાયધર્મો હોય છે. એ સર્વ ગુણધર્મોમાં કે પર્યાય ધર્મોમાં કોઈ એક ધર્મ પરમભાવરૂપ એટલે કે અસાધારણ ધર્મ સ્વરૂપે હોય છે. જે અસાધારણ ધર્મથી પદાર્થ ઓળખાતો હોય, અન્ય પદાર્થથી ભિન્નરૂપે દર્શાવાતો હોય તે અસાધારણ ધર્મને પરમભાવ કહેવાય છે. આવા પરમભાવાત્મક ધર્મને જ મુખ્ય કરનારો જે નય તે પરમભાવગ્રાહક નય કહેવાય છે. આ નયને અનુસાર આત્મા જ્ઞાનસ્વરૂપ કહેવાય છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, વેશ્યા ઇત્યાદિ અનંતગુણો છે. પરંતુ કોઈ પુછે કે આત્મા કોને કહેવાય ? તો તુરત એવો જ ઉત્તર અપાય છે કે “જ્ઞાન જેમાં હોય તે આત્મા” ચૈતન્ય ગુણ જેમાં હોય તે આત્મા. અનંતા ગુણ હોવા છતાં જ્ઞાનગુણ વડે જીવનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. તથા જ્ઞાનગુણ વડે જ જીવ દ્રવ્ય, ઇતર એવા પગલાસ્તિકાયાદિ દ્રવ્યથી ભિન્ન કરાય છે. માટે જ્ઞાનગુણ એ જ સર્વગુણોમાં સારભૂત અર્થાત્ ઉત્કૃષ્ટગુણ છે. અન્ય પુદ્ગલાસ્તિકાય-ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યોથી આત્મદ્રવ્યનો ભેદ જ્ઞાનગુણ દ્વારા જ દેખાડાય છે. તે માટે વસ્તુમાં રહેલા અનેક (અનંત) ધર્મોમાંથી જે ધર્મ વડે શીધ્ર ઉપસ્થિતિ