Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૯ ધર્મ વિવાભેદે સિદ્ધ થતાં બે ભાંગા બનવાથી તેના સંચારણથી અનુક્રમે સપ્તભંગી થાય છે. આમ અનંતી સપ્તભંગીઓ થાય છે. પરંતુ અનંતભેગી થતી નથી. કારણકે સર્વે પણ વસ્તુઓ વિવક્ષાભેદે વિરોધી દેખાતા બે ધર્મોના સમન્વયાત્મક સ્વરૂપવાળી છે. તેથી વિરોધી દેખાતા બે ધર્મોનો સમન્વય કરવા સ્વરૂપે પ્રથમ બે ભાંગા થાય છે. ત્યાર પછી પરસ્પરના મિલનથી શેષ પાંચ ભાંગા બને છે. જેમ આ અસ્તિ-નાસ્તિની સપ્તભંગી કરી. તેવી જ રીતે નિત્ય-અનિત્યની, ભિન્ન-અભિન્નની, સામાન્ય-વિશેષની એમ અનેક સપ્તભંગીઓ થાય છે. પરંતુ કોઈપણ વિરોધી બે ધર્મો ઉપરથી અનંત ભાંગી ન થતા હોવાથી અનંતભંગી થતી નથી. ત્યાં ઉદાહરણ તરીકે એક “અસ્તિ નાસ્તિની સપ્તભંગી” ગ્રંથકારશ્રી દેખાડે છે. તે આ પ્રમાણે–
१. स्वद्रव्य-क्षेत्र काल भावापेक्षाइं घट छइ ज
૧. સંસારવર્તી સર્વે પણ વસ્તુઓ સ્વદ્રવ્ય આશ્રયી, સ્વક્ષેત્ર આશ્રયી, સ્વકાલ આશ્રયી અને સ્વભાવ આશ્રયી “અસ્તિ” સ્વરૂપ જ છે. જેમ કે માટીનો વિવક્ષિત એવો “ઘટ” માટી દ્રવ્યને આશ્રયી, અમદાવાદમાં નિપજવાપણાને આશ્રયી, વસંત ઋતુમાં જન્મ પામવાપણાને આશ્રયી અને પકવતા તથા રક્તતા ગુણને આશ્રયી “છે જ.” આવા પ્રશ્નોના ઉત્તરમાં “આ ઘટ છે જ.” આમ જ કહેવું પડે. કારણ કે ઘડામાં તેનું સ્વરૂપ વાસ્તવિકપણે વર્તે છે. આ સ્થાતિ વ નામનો પ્રથમ ભાંગો થાય છે.
૨. પરવ્ય-ક્ષેત્ર વાન-માવાપેક્ષવું નથી .
૨. તે જ સર્વે વસ્તુઓમાં પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવને આશ્રયીને “નાસ્તિ” સ્વરૂપ પણ છે જ. જેમકે માટીનો વિવક્ષિત તે જ ઘટ સોના-રૂપા-તાંબા આદિ અન્ય દ્રવ્ય આશ્રયી, સુરત આદિ અન્ય ક્ષેત્ર આશ્રયી, શિશિરાદિ અન્ય ઋતુ આશ્રયી, અને અપક્વ તથા શ્યામતાદિ ગુણોને આશ્રયી “નથી જ.” અને જ્યારે કોઈ આવા પ્રશ્નો કરે કે શું આ ઘટ સુરતનો તથા શિશિર ઋતુનો છે? તો તેવા પ્રશ્નોના ઉત્તરમાં “આ ઘટ તેવો નથી જ આમ જ ઉત્તર આપવો પડે છે. કારણ કે ઘડામાં તેવા દ્રવ્યાદિને આશ્રયીને અસ્તિ સ્વરૂપ પ્રવર્તતું નથી. આ ચાનાતિ વ નામનો બીજો ભાંગો થાય છે.
3. एकवारई - उभयविवक्षाई अवक्तव्य ज. 2 पर्याय एक शब्दइ मुख्यरुपइ न कहवाइ ज.
૩. કોઈ પણ પદાર્થમાં સ્વદ્રવ્યાદિથી અસ્તિસ્વરૂપ અને પરદ્રવ્યાદિથી નાસ્તિસ્વરૂપ સાથે જ રહેલું છે. તથાપિ એક જ વારમાં (એકી સાથે) બને નયોની ભેગી વિવેક્ષા