Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૪ સપ્તભંગ એ દઢ અભ્યાસી, જે પરમારથ દેખાઈ રે ! જસ કીરંતિ જગિ વાધઈ તેહની, જઈને ભાવ તસ લેખઈ રે
|| ૪-૧૪ || ગાથાર્થ– આ સપ્તભંગીનો દૃઢ (ઠોસબંધ) અભ્યાસ કરીને જે જે વિદ્વાન પુરુષો પરમાર્થને (પદાર્થોના યથાર્થ સ્વરૂપને) જાણે છે તેઓની યશોગાથા અને કીર્તિ આ જગતમાં વૃદ્ધિ પામે છે. અને તેઓનો જ જૈન ભાવ લેખે લાગે છે. (સફળતા પામે છે.) || ૪-૧૪ ||
- ટબો- ફલિતાર્થ કહઈ છઈ- એ કહિયા જે સપ્તભંગ, તે દઢ અભ્યાસ સકલાદેશ વિક્લાદેશ નયસપ્તભંગ પ્રમાણસપ્તભંગ ઈત્યાદિ ભેદઈ ઘણો અભ્યાસ કરી, જે પરમાર્થ દેખઈ, જીવાજીવાદિ પરમાર્થ રહસ્ય સમજઈ, તેહની યશકીર્તિ વાધઈ.
જે માટઈ સ્યાદવાદપરિજ્ઞાનઈ જ જૈનનઈ તર્કવાદનો યશ છઈ. અનઈં જૈનભાવ પણિ તેહનો જ લેખઈ. જે માર્ટિ નિશ્ચયથી સમ્યકત્વ સ્યાદ્વાદપરિડાને જ છઈ.
उक्तं च सम्मतौचरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । વરરામ્સ , નિછાશુદ્ધ યાતિ -૬૭ / (સ0 પ્ર0)
એ ચોથઇ ઢાલઈ ભેદભેદ દેખાડ્યો. અનઈ સપ્તભંગીનું સ્થાપન કરિઉં. | ૪-૧૪ II
વિવેચન- નિતાર્થ વદ છઠું =આ ઢાળોનો ફલિતાર્થ (સારાંશ) જણાવે છે કે- આ સપ્તભંગી, સાત નયો, નિશ્ચયનય, વ્યવહારનય, ત્રિપદી, આ સઘળું પારમાર્થિકપણે જાણવા લાયક છે. આ જ જૈનદર્શનનો સાર છે. આ સમજાય તો જ વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજાય, અને વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજાય તો જ મિથ્યાજ્ઞાન નાશ પામે છે. સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે. તે માટે આ સપ્તભંગી આદિ ભાવોનો દઢ (મજબૂત-ઠોસબંધ) અભ્યાસ કરવો જરૂરી છે.
આ જ વાત ગ્રંથકારશ્રી પોતે જ કહે છે
ए कहिया जे सप्तभंग, ते दृढ अभ्यास सकलादेश विकलादेश नयसप्तभंग प्रमाणसप्तभंग इत्यादि भेदई घणो विस्तार करी, जे परमार्थ देखइ, जीवाजीवादि परमार्थ रहस्य समजइ, तेहनी यशकीर्ति वाधइ.
૧૩