Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૮ ઢાળ-૫ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપર અમે જે અર્થ કહ્યો. તે આ અર્થ વિશેષાવશ્યકભાષ્યમાં તથા સમ્મતિતર્કમાં પણ છે. આમ તમે જાણો. તે ગાથા (સાક્ષીપાઠ) વિશેષાવશ્યકમાં આ પ્રમાણે છે
दोहिं णयेहिं णीअं, सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण, अण्णुण्णनिरवेक्खा ॥ २१९५ ॥
જો કે ઉલુકઋષિ વડે (અક્ષપાદઋષિ વડે) ન્યાયદર્શનમાં તથા કણાદઋષિ વડે વૈશેષિકદર્શનમાં, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને માન્ય અનુક્રમે નિત્યવાદ અને અનિત્યવાદ, આમ બને નયોની માન્યતાવાળાં પોતાનાં શાસ્ત્ર બનાવાયાં છે. એટલે કે બન્ને દર્શનકારો બને નય માને છે. પરંતુ તે પોતપોતાને માન્ય વિષયની જ પ્રધાનતાથી અને અન્ય નયની વાતથી નિરપેક્ષપણે જ બનાવાયાં છે. માટે મિથ્યાત્વભાવવાળાં છે. આ વિશેષાવશ્યક ભાષ્યની ૨૧૯૫ ગાથા છે. આ ગ્રંથ શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજીનો બનાવેલો છે. તથા સમ્મતિતર્કમાં પણ ત્રીજા કાંડમાં ૪૯મી આ જ ગાથા છે.
આ રીતે સુનય કોને કહેવાય ? અને દુર્નય કોને કહેવાય? તેનું લક્ષણ હૃદયમાં બરાબર ધારી લેવું. સમજી લેવું.
(१) स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः, इति सुनयलक्षणम् ।
જે નય પોતાના માન્ય અર્થને ગ્રહણ કરે અને ઈતર અંશનો (બીજા નયને માન્ય અર્થનો) પ્રતિક્ષેપ (ખંડન-વિરોધ) ન કરે તો તે સુનય કહેવાય છે. આવું સુનયનું લક્ષણ છે. તથા
(૨) સ્વાઈબ્રાહી રૂતર વિક્ષે ટુર્ના, કૃત્તિ ટુર્નાન્નક્ષUF જે નય પોતાના માન્ય અર્થમાત્રને જ ગ્રહણ કરે, અને ઈતર અંશનો (બીજા નયને માન્ય અર્થનો) પ્રતિક્ષેપ (વિરોધ-ખંડન) કરે તો તે નય, દુર્નય કહેવાય છે. આ દુર્નયનું લક્ષણ છે.
પ્રશ્ન- જે દુર્નય છે. તે બીજા નયની માન્યતાનો વિરોધ કરે છે. અને જે સુનય છે તે બીજા નયની માન્યતાનો વિરોધ કરતો નથી. આમ આ બન્નેમાં તફાવત છે. આટલું જ માનીએ તો શું દોષ? આવું શા માટે માની લેવું જોઈએ કે સુનય સામા નયની વાતનો વિરોધ નથી કરતો એટલે સામા નયની વાતને પોતે માની લે છે ? અર્થાત્ કોઈ પણ એક નય બીજાનયની વાતનો વિરોધ ન કરે તે સુનય કહેવાય આટલું જ કહોને? આવું કહેવાને બદલે સામા નયની વાત ગૌણપણે પણ આ વિવક્ષિત નય સ્વીકારે છે. આમ કહેવાની શી જરૂર છે ?