Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૬
ઢાળ—પ : ગાથા–પ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વિષય છે. તે સર્વથા જો ન દેખાય તો તે નય સ્વતંત્રભાવવાળો થયો છતો મિથ્યાર્દષ્ટિ પાસે રહે છે. (મિથ્યાર્દષ્ટિ કહેવાય છે.) | ૫-૫
ટબો- જો નયજ્ઞાનમાંહિ, ભિન્ન વિષય કહતાં-નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહતાં-અમુખ્યપણÛ પણિ, ન ભાસઈ, તો સ્વતંત્ર ભાવઈ-સર્વથા નયાંતરવિમુખપણઈ, મિથ્યાદૃષ્ટિ પાસŪ રહŪ, એટલઈ-દુર્નય થાઈં. પણિ. સુનય ન થાઈં. ઈમ જાણવું.
|| ૫-૫ ||
વિવેચન– કોઈ પણ એક નય પોતાને માન્ય અર્થને મુખ્યપણે કહે છે. પરંતુ ઈતર નયનો મુખ્યપણે માન્ય એવો જે અર્થ છે. તે અર્થ વિવક્ષિતનય ગૌણપણે પણ જો ન કહે તો તે નય બીજા નયોથી વિમુખ થયો છતો એકાંતવાદી થવાથી મિથ્યાર્દષ્ટિ બને છે. આ વાત સમજાવે છે.
जो नयज्ञानमांहिं, भिन्न विषय कहतां - नयान्तरनो मुख्यार्थ, सर्वथा कहतांअमुख्यपण पणि न भासइ, तो स्वतंत्रभावइ- सर्वथा नयान्तरविमुखपणइ-मिथ्यादृष्टिपासइ રહડું. ટનફ-ટુર્નય થાડું. પળિ સુનય ન થા. રૂમ નાળવું. ॥ -૧ ॥
કોઈ પણ વિવક્ષિત એક નયના જ્ઞાનની અંદર, ભિન્નવિષય એટલે કે નયાન્તરનો (બીજા નયનો) જે મુખ્યવિષય છે. તે વિષય જો સર્વથા એટલે કે ગૌણપણે પણ આ વિવક્ષિત નયજ્ઞાનમાં ન જણાય, તો તો તે નયજ્ઞાન સ્વતંત્રભાવવાળું થયુ છતું એટલે કે અન્યનયોથી વિમુખ થયુ છતું તે જ્ઞાન મિથ્યાદૅષ્ટિ પાસે રહે છે. અર્થાત્ તે જ્ઞાન મિથ્યાત્વભાવવાળુ બને છે. જ્યાં સાપેક્ષદૃષ્ટિ નથી અને નિરપેક્ષદૃષ્ટિ છે. તે જ મિથ્યાત્વ છે. જો દ્રવ્યાર્થિકનયનું જ્ઞાન પર્યાયાર્થિનયને મુખ્યપણે માન્ય એવા ભેદને ગૌણપણે પણ ન જણાવે અને કેવળ એકલા પોતાને માન્ય અભેદને જ જણાવે તો તે દ્રવ્યાર્થિકનયનું જ્ઞાન મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. એવી જ રીતે પર્યાયાર્થિકનયનું જ્ઞાન જો દ્રવ્યાર્થિકનયને મુખ્યપણે માન્ય એવા અભેદને ગૌણપણે પણ ન જણાવે તો તે પર્યાયાર્થિકનયનું જ્ઞાન સ્વતંત્રભાવવાળુ થયુ છતું એટલે કે અન્ય નયોથી નિરપેક્ષ થયું છતું મિથ્યાર્દષ્ટિ બને છે.
નિરપેક્ષ એવો નય તે દુર્નય કહેવાય છે. પણ સુનય કહેવાતો નથી “એકાન્તવાદ” એ જ મિથ્યાત્વ છે. કારણકે કોઈ પણ વસ્તુમાં ભેદ-અભેદ આમ બન્ને ધર્મો રહેલા છે. છતાં એક ધર્મને જ જો તે નય જણાવે અને અન્યધર્મને ગૌણપણે પણ જો ન જણાવે અને
આ રીતે અન્યધર્મનો અપલાપ કરે તો વસ્તુનું ઉભય ધર્મવાળું જેવું સ્વરૂપ છે. તેવું પરિપૂર્ણ