Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૪ ઢાળ-૫ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- એ સમો માર્ગ છાંડી કરીનઇ, જે દિગંબર બાલ, ઉપચારાદિ ગ્રહવાનઇ કાજિ ઉપનય પ્રમુખ કલ્પઇ છછે. તે પ્રપંચ = શિષ્યબુદ્ધિધંધનમાત્ર. પણિ સમાનતંબસિદ્ધાન્ત છઈ. તે માટઇં જાણવાન કાજિ કહિછે. જિમ-તે જલ્પઈ છઈ. સ્વપ્રક્રિયાઈ બોલાઈ થઈ. પ-૭ |
વિવેચન- દિગંબર આમ્નાયમાં અનેક આચાર્યો થયા છે. તે જુદા જુદા વિષયોના સાહિત્યસર્જક બન્યા છે. જેમ કે અધ્યાત્મના વિષયમાં શ્રી કુંદકુંદાચાર્ય થયા કે જેઓએ સમયસાર પ્રવચનસાર અને નિયમસાર આદિ ગ્રંથો બનાવ્યા છે. કાર્મગ્રન્થિક વિષયોમાં આચાર્ય શ્રી નેમિચંદ્રાચાર્ય થયા કે જેઓએ જીવકાંડ અને કર્મકાંડ સ્વરૂપે ગોમ્મસાર બનાવ્યો છે ટીકાકારોમાં શ્રી પૂજ્યપાદસ્વામી અને અમૃતચંદ્રાચાર્ય થયા કે જેઓએ તત્ત્વાર્થસૂત્ર અને સમયસારાદિ ઉપર ટીકાઓ બનાવી છે. ન્યાય અને તર્કના વિષયમાં અકલંકાચાર્ય અને દેવસેનાચાર્ય થયા. તેમાંથી દેવસેન આચાર્યે નયોનું સ્વરૂપ સમજાવનારો “નયચક્ર” નામનો ગ્રંથ બનાવ્યો છે. તેઓએ તે ગ્રંથમાં નયોનું સ્વરૂપ સવિસ્તર પણે લખ્યું છે. તથા તેઓએ આ નયચક્ર ગ્રન્થ ઉપર “આલાપ પદ્ધતિ” પણ બનાવી છે. તથા “માઈલ્લધવલે” પ્રાકૃતગાથાબદ્ધ નયચક્ર ગ્રંથ બનાવ્યો છે. જેનું નામ “દ્રવ્યસ્વભાવ પ્રકાશક” છે. તેમાં આગમાનુસારે ચાલી આવતી પૂર્વાચાર્યોની પ્રણાલિકાને છોડીને કેટલીક
સ્વતંત્ર કલ્પનાઓ નયોની બાબતમાં કરી છે. તે વિષય ઉપર કંઈક નારાજગી બતાવતા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે
ए समो मार्ग छांडी करीनइं, जे दिगंबर बाल, उपचारादि ग्रहवानइं काजि उपनय प्रमुख कल्पई छइ, ते प्रपंच शिष्यबुद्धि धंधनमात्र, पणि समानतंत्रसिद्धान्त छइ. ते माटई जाणवानइं काजि कहिइं, जिम ते जल्पई छई. स्वप्रक्रियाइ बोलइ छ। છે -૭ છે.
સમો = સમાન-સરખો અર્થાત્ (જ્યાં ખાડા ટેકરા વિનાનો એક સરખો સપાટ ડામ્બરનો રોડ હોય તેવો સર્વથા દોષ વિનાનો) સુંદર માર્ગ ૭ નયનો હોવા છતાં પણ, તેને છોડી કરીને, (તેને ત્યજી દઈને) જે દિગંબર આચાર્ય (જે વ્યવહારથી મહાન આચાર્ય અને સાહિત્ય સર્જક હોવા છતાં પણ તત્ત્વની બાબતમાં પરમાર્થ જાણવામાં અજાણ હોવાથી) બાલ છે. તે દેવસેન આચાર્ય પોતાના બનાવેલા “નયચક્ર” નામના ગ્રંથમાં તથા “આલાપ પદ્ધતિ” નામના ગ્રંથમાં ઉપચાર આદિને લઈ લેવા માટે (ઉપચારનો તથા “ઉપચાર ઉપરથી ઉપચાર” વિગેરેનો સંગ્રહ કરવા માટે) ઉપનય વિગેરે જે કહ્યું છે. અર્થાત્ પ ઉપસર્ગ સમીપ અર્થમાં વર્તે છે. તેથી નયોની પાસે જે વર્તે તે ઉપનય, આવો અર્થ કરીને ઉપચરિતપણે