Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૧૪ “ત્યવ્યિથાપેક્ષત્તાપ્રાહિશુદ્ધદ્રવ્યથા” પમઃ |
જિમ-એક સમયઇ દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ કહિઈ. જે કટકાધુત્પાદસમય, તેહ જ કેયૂરોદિવિનાશસમય, અનઇ કનકસત્તા તો અવર્જનીય જ છઇ.
"एवं सति-त्रैलक्षणग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्" इति चेत ? न, "मुख्यगौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्वस्वार्थग्रहणे નાનાં સપ્તમમુનૈવ વ્યાપારાત્'' -૬૪ |
વિવેચન- ધ્રુવને (સત્તાને) તો દ્રવ્યાર્થિકનય માન્ય રાખે જ છે તે તો તેનું પોતાનું ઘર છે. પરંતુ જ્યારે તે ઉત્પાદ અને વ્યયને પણ માન્ય રાખે છે ત્યારે તે પોતાના ઘરથી (ક્ષત્રથી) બહાર જાય છે. એટલે તે અશુદ્ધ કહેવાય છે. આ દ્રવ્યાર્થિકનયનો પાંચમો ભેદ છે.
ते द्रव्यार्थिक भेद पांचमो, व्यय-उत्पत्तिसापेक्ष जाणवो. उत्पाद-व्ययसापेक्षसत्ताग्राहकोऽशुद्धद्रव्यार्थिकः पञ्चमः । जिम-एकसमयइं द्रव्य-उत्पादव्ययध्रौव्यरूप कहिइं. जे कटकाद्युत्पादसमय, तेह ज केयूरादिविनाशसमय, अनइं कनकसत्ता अवर्जनीय જ છવું.
વ્યય અને ઉત્પત્તિની અપેક્ષા વાળો જે દ્રવ્યાર્થિકનય, તે દ્રવ્યાર્થિક નયનો પાંચમો ભેદ જાણવો. તેનું નામ “ઉત્પવ્યયસાપેક્ષ સત્તા પ્રહ અશુદ્ધ વ્યાધિનય” જાણવો. આ ભેદ બીજા ભેદથી વિપરીત છે. દરેક ઠેકાણે અર્થને અનુસરીને જ નામો પાડવામાં આવ્યાં છે. જેમ કે કોઈ પણ એક સમયમાં દ્રવ્ય હંમેશાં ઉત્પત્તિવ્યય અને ધ્રૌવ્ય રૂપે આમ, ત્રિતય સ્વરૂપે જ છે. જેમ કે સોનાનું એક કેયૂર છે. તેને ભાંગીને કટક નામનો અલંકાર બનાવ્યો. તેમાં જે સમયે કટકાલંકારની ઉત્પત્તિ થાય છે. તે જ સમયમાં કેયૂરાલંકારનો વ્યય પણ અવશ્ય થાય જ છે. અને કનકની સત્તા તો અવર્જનીય જ છે. અર્થાત્ કનકની સત્તા તો સ્વીકારેલી જ છે. આમ ત્રણે એક સમયમાં છે જ, આવું માનવું તે આ નયનો વિષય છે.
- પર્યાયાર્થિકનય તો આ ઉત્પાદ અને વ્યયને માને જ છે. પરંતુ જ્યારે દ્રવ્યાર્થિકનયવાળાને આમ પુછવામાં આવે કે સોનામાં જે આ કટક-કેયુરનો ઉત્પાદ-વ્યય થતો દેખાય છે તે છે કે નહી ? તો આ “ઉત્પાદ વ્યય નથી જ' એમ તો કહી શકે જ નહીં. કારણ કે જગત્મસિદ્ધ છે. પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિદ્ધ છે. અને સાક્ષાત્ દેખાય