Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૨ ઢાળ-૫ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ त्रीजो भेद, भेदकल्पनाई हीन शुद्धद्रव्यार्थ. "भेदकल्पनारहितः शुद्धद्रव्यार्थिकः" इति तृतीयो भेदः जिम-एकजीवपुद्गलादिकद्रव्य निजगुणपर्यायथी अभिन्न कहिइं. भेद छई, पणि-तेहनी अर्पणा न करी. अभेदनी अर्पणा करी. ते माटि अभिन्न. ए त्रण भेद શુદ્ધ / પ-૨૨ |
વિવેચન- દ્રવ્યાર્થિકનયનો હવે ત્રીજો ભેદ સમજાવે છે.
દ્રવ્યાર્થિકનયનો જે ત્રીજો ભેદ છે. તે ભેદકલ્પનાથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. વાસ્તવિકપણે જો કે દ્રવ્યથી ગુણો અને પર્યાયો એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. પરંતુ ભિન્નભિન્ન એમ ઉભયાત્મક છે. તો પણ ભેદની કલ્પના નહી કરનાર (અર્થાત્ ભેદની કલ્પનાને ગૌણ કરનાર) અને અભેદની કલ્પનાને પ્રધાન કરનાર આ નય છે. આ નયનું નામ ભેદ કલ્પનારહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે.
જેમ કે કોઈ પણ એક જીવદ્રવ્ય અથવા એક પુદ્ગલ દ્રવ્ય આદિ કોઈપણ દ્રવ્ય, પોત પોતાના ગુણોથી અને પોતપોતાના પર્યાયોથી અભિન છે. આમ જે કહેવું તે આ નયનો વિષય છે. આ નય જ્યારે અભેદ કહે છે. ત્યારે ભેદ પણ અવશ્ય છે જ. પરંતુ તે ભેદની અર્પણા (પ્રધાનતા) ન કરી. અને જે અભેદ છે તેની અર્પણા (પ્રધાનતા) કરી. તે માટે આ નય “અભિન” ને કહેનારો છે આમ કહેવાય છે. આ જણાવેલા ત્રણે ભેદો શુદ્ધ છે એમ જાણવું. કારણકે આ દ્રવ્યાર્થિકનય ચાલે છે. તે નય દ્રવ્યને પ્રધાનપણે કહે એ પોતાના ઘરમાં વર્તે છે. દ્રવ્યનું સિદ્ધસમાન સ્વરૂપ, કે દ્રવ્યની ધ્રુવતા, કે દ્રવ્યનો સ્વગુણ પર્યાયથી અભેદ કહેવો આ બધું આ નયનું પોતાનું ઘર છે. તેથી પોતાના ઘરમાં જ વર્તતો આ નય આ સમયે શુદ્ધ કહેવાય છે. માટે પ્રથમના આ ત્રણ ભેદો શુદ્ધ છે. હવે પછીના ત્રણ ભેદો આ ત્રણભેદથી બરાબર વિપરીતપણે છે. તેથી તે ત્રણે ભેદો અશુદ્ધ છે. // પ-૧૨ | | ૬૩-૬૪-૬૫-૬૬ અશુદ્ધ કર્મોપાધિથી, ચોથો એહનો ભેદો રે ! કર્મભાવમય આતમા, જિમ ક્રોધાદિક વેદો રે |
જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિ / પ-૧૩ .. ગાથાર્થ– અશુદ્ધ કર્મોપાધિરૂપ ચોથો ભેદ આ નયનો જાણવો. જેમ કે આ આત્મા કર્મભાવમય (કર્મોના ઉદયથી થયેલા સ્વરૂપમય) છે. દાખલા તરીકે ક્રોધ આદિ કરતો આત્મા ક્રોધાદિક ભાવમય છે. / પ-૧૩ |