Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ—પ : ગાથા-૧૨
૨૩૧
અહીં ટબામાં લખેલી પ્રાકૃતગાથા “દ્રવ્યસંગ્રહ' નામના ગ્રંથની છે. અને તે ગ્રંથ શ્રી નેમિચંદ્રાચાર્યે બનાવેલો છે. ॥ ૫-૧૦ ||
उत्पाद १, नई व्यय २, नी गौणता, अनई सत्तामुख्यताइं बीजो भेद शुद्धद्रव्यार्थनो जाणवो. "उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकः " ए बीजो भेद.
વિવેચન– દ્રવ્યાર્થિકનયનો હવે બીજો ભેદ સમજાવે છે.
ઉત્પાદ અને વ્યય, આ બન્નેની જ્યાં ગૌણતા છે. અને સત્તાધર્મની જ્યાં મુખ્યતા છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિક નામનો બીજો ભેદ જાણવો. પ્રથમ ભેદમાં આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રધાનતા હતી. કર્મના ઉદયજન્ય ચિત્ર-વિચિત્ર પર્યાયોની અવિવક્ષા હતી. જ્યારે આ બીજા ભેદમાં સત્તાની પ્રધાનતા છે. અને ઉત્પાદ–વ્યયની ગૌણતા છે.
“શુદ્ધસ્વરૂપ” એ દ્રવ્યનું પોતાનું સ્વરૂપ છે. એટલે દ્રવ્યની સાથે સીધો સંબંધ ધરાવે છે. અન્ય કોઈની અપેક્ષા તે રાખતું નથી. જ્યારે આ સત્તાને પ્રધાન કરવામાં કાળ દ્રવ્યની અપેક્ષા રહે છે. કારણ કે આ સત્તા અનાદિ-અનંત છે. આમ બોલાય છે. એટલે કાળની અપેક્ષા આવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો ઉત્પાદ-વ્યય સાથે સંબંધ હોતો નથી. તેની દૃષ્ટિ દ્રવ્ય પ્રત્યે જ પ્રધાનતાએ પ્રવર્તે છે. આ નય સદા આમ જ કહ્યા કરે છે. “સર્વે દ્રવ્યો નિત્ય છે” તેથી આ નયનું નામ “ઉત્પાવ્યયનૌળન્દ્રેન સત્તાગ્રાહી: શુદ્ધ દ્રવ્યાધિ” નય છે. આ નામવાળો આ બીજો ભેદ નય છે.
एनई मतिं द्रव्य नित्य लीजइं. नित्य ते त्रिकालई अविचलितरूप. सत्ता मुख्य तां ए भाव सम्भवइं. पर्याय प्रतिक्षण परिणामी छइ, तो पणि जीवपुद्गलादिक દ્રવ્યસત્તા પિચનતી નથી. । - ।
1
આ નયના મતે “સવે દ્રવ્યો નિત્ય” જાણવાં. નિત્ય એટલે કે ત્રણે કાળે જે અવિચલિતસ્વરૂપ છે તે, સર્વે પણ દ્રવ્યો ત્રણે કાળે પોતપોતાના દ્રવ્યપણાના સ્વરૂપમાં સદા રહે છે. ક્યારેય પણ ચલિત થતાં નથી. દ્રવ્યોની સત્તાને મુખ્ય કરતાં આ ભાવ સમજાય છે. જો કે સર્વે દ્રવ્યોમાં પોતપોતાના પર્યાયો પ્રતિક્ષણે પરિણામ (ઉત્પાદ-વ્યય) પામે છે. બદલાતા જ રહે છે. તો પણ સર્વે દ્રવ્યોનું મૂળભૂત દ્રવ્યસ્વરૂપ કદાપિ ચલિત થતું નથી. જેમ કે જીવદ્રવ્યની જીવદ્રવ્યપણાની સત્તા અને પુદ્ગલદ્રવ્યની પુદ્ગલદ્રવ્યપણાની સત્તા ક્યારે ય પણ ચાલી જતી નથી. અનેક અનેક પર્યાયો બદલાવા છતાં મૂલભૂત દ્રવ્ય પોતે પોતાના સ્વરૂપમાં સદા રહે છે આવી સમજણ આ નય કરાવે છે. ॥ ૫-૧૧ ॥