Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૫ : ગાથા-૭
૨ ૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
તથા પૂજ્ય શ્રી સિદ્ધસેનજીના મતે સતિપ્રકરણના આધારે આ બને નયોના ૩ અને ૪ ભેદ છે. પૂજ્ય સિદ્ધસેનજી મહારાજશ્રીની દૃષ્ટિએ ઋજુસૂત્રનય પર્યાયાર્થિક ગણાય છે. એટલે દ્રવ્યાર્થિકના ૩ અને પર્યાયાર્થિકના ૪ ભેદ તેઓશ્રીની દૃષ્ટિએ થાય છે. “નય”ની વ્યાખ્યા પૂજ્ય વાદિદેવસૂરિજી મહારાજશ્રીએ પ્રમાણનયતત્તાલોકમાં આ પ્રમાણે આપી છે કે–
नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशोदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः । तदितरांशप्रतिक्षेपे तु तदाभासता च ।
ભાવાર્થ પૂર્વની જેમ છે.
આવું સુંદર અને સરળ નયોનું અને પ્રમાણોનું સ્વરૂપ શ્વેતાંબર આમ્નાય માન્ય શાસ્ત્રોમાં એટલે કે પૂ વાદિદેવસૂરિજી કૃત પ્રમાણનયતત્તાલોકમાં, પૂજ્ય જિનભદ્રગણિજી કૃત વિશેષાવશ્યકમાં, પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીકૃત સમ્મતિ પ્રકરણમાં, અને પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજીકૃત તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલું છે. તથા વળી આગમોમાં પણ આ સ્વરૂપ જણાવેલું છે. તથા યુક્તિસંગત અને આગમાનુસારી પણ આ વર્ણન છે. છતાં પણ દિગંબર આમ્નાયમાં થયેલા શ્રી દેવસેન આચાર્યે પોતાના બનાવેલા “નયચક્ર” નામના ગ્રંથમાં તથા “આલાપ પદ્ધતિમાં અને માઈલધવલકૃત નયચક્રમાં નય અને ઉપનયોની તથા તર્કનયોની અને આધ્યાત્મિકનયોની જે કલ્પનાઓ કરી છે. તે પાણીને ડોળવા બરાબર છે. શાસ્ત્રપ્રમાણ અને યુક્તિપ્રમાણથી રહિત છે. તેથી આ બધી મિથ્યા કલ્પનાઓ છે. તે વિષય પણ જાણવા જેવો છે. કે જેથી તેવા મિથ્યાજ્ઞાનમાં આપણે ફસાઈએ નહીં. માટે તે દિગંબરાચાર્ય શ્રી દેવસેનાચાર્ય વડે કરાયેલા નયચક્રગ્રંથમાં જે નય. અને ઉપનયોની કલ્પનાઓ કરી છે. તે અહીં અમે લખીએ છીએ. / ૬૦ | છાંડી મારગ એ સમો, ઉપનય મુખ જે કલ્પઈ રે ! તેહ પ્રપંચ પણિ જાણવા, કહઈ તે જિમ જલ્પઈ રે !
જ્ઞાનદષ્ટિ જગિ દેખિઈ રે // પ-૭ / ગાથાર્થ– સમાન = (ખાડા-ટેકરા વિનાનો) સીધો આ માર્ગ છોડીને ઉપનય વિગેરેની જે (દિગંબર) ભાઈઓ કલ્પના કરે છે. તેહ પ્રપંચ (વિસ્તાર અથવા તે માયાકપટ) પણ જાણવા જેવા છે. તેથી તેઓએ તેઓના શાસ્ત્રોમાં જેવું કહ્યું છે. તે હવે અમે કહીએ છીએ. / પ-૭ ||