Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૨
ઢાળ-૫ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવા પ્રકારનો સમાનમાર્ગ = (ખાડા-ટેકરા વિનાના પાકા રોડ રસ્તા જેવો) સરળ અને સીધો માર્ગ, શ્વેતાંબર આમ્નાયને માન્ય પ્રમાણશાસ્ત્રોને અનુસારે સુસંગત છે અને નિર્દોષપણે પ્રસિદ્ધ છે. જેમાં ક્યાંય ભૂલભૂલામણી નથી. કેવળ સૂત્રાનુસારિતા છે. સુંદર પાકા સીમેન્ટના રોડ જેવો ધોરીમાર્ગ છે. પૂજ્યપાદ વાદિદેવસૂરિજી મહારાજશ્રીના બનાવેલા “પ્રમાણનયતત્તાલોક” નામના ગ્રંથમાં પ્રમાણ અને નયોનું સ્વરૂપ સમજાવતાં તેઓશ્રી કહે છે કે
સ્વપ૨વ્યવસયિ જ્ઞાનું પ્રમાણમ્ = સ્વનો (જ્ઞાનનો) અને પરનો (યનો) નિર્ણય કરાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. તેના બે ભેદ છે સ્પષ્ટજ્ઞાન તે પ્રત્યક્ષપ્રમાણ, અને અસ્પષ્ટજ્ઞાન તે પરોક્ષપ્રમાણ, તે બન્નેમાં જે પ્રત્યક્ષપ્રમાણ છે. તેના બે ભેદ છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ. પ્રથમભેદમાં મતિ-શ્રુત આવે છે. અને બીજા ભેદમાં અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાન આવે છે. પરોક્ષપ્રમાણના સ્મૃતિ-પ્રત્યભિજ્ઞા, તર્ક (ઊહ) અનુમાન અને આગમ આમ પાંચ ભેદો છે. એવી જ રીતે નયોના પણ મૂલ ૨ ભેદ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં દ્રવ્યાર્થિકના ૪ ભેદ અને પર્યાયાર્થિકના ૩ ભેદ પૂ. શ્રી જિનભદ્રગણિજીના મતે વિશેષાવશ્યકભાષ્યને અનુસારે છે. તેનું ચિત્ર આ પ્રમાણે છે
પ્રમાણ
પ્રત્યક્ષ
પ્રત્યક્ષ
પરોક્ષ
સાંવ્યવહારિક
પારમાર્થિક
સ્મૃતિ પ્રત્યભિજ્ઞા તર્ક અનુમાન આગમ
મતિ
શ્રત
વિક્લ
સકલ
કેવલ
અવધિ મન:પર્યવ
દ્રવ્યાર્થિક
પર્યાયાર્થિક
નૈગમ
સંગ્રહ વ્યવહાર ઋજુસૂત્ર
શબ્દ
સમભિરૂઢ
એવભૂત