Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૦ ઢાળ-૫ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અમુખ્ય અર્થને સમજાવનારી ઉપચાર (લક્ષણા) વૃત્તિ પણ હોય જ છે. તેથી અન્ય નયની માન્યતા પણ વિવક્ષિત નયને ગૌણપણે માન્ય હોય જ છે.
તે માટે મે-અમે તે પુરપાઠું પ્રત્યેનવિષય = તે માટે ભેદ અને અભેદ પ્રધાનપણે (મુખ્યવૃત્તિથી) એક એક નયનો જ વિષય છે. એટલે કે ભેદ મુખ્યવૃત્તિથી કેવળ પર્યાયાર્થિકનયનો જ વિષય છે. બને નયનો વિષય નથી, તેવી જ રીતે અભેદ મુખ્યવૃત્તિથી કેવળ દ્રવ્યાર્થિક નયનો જ વિષય છે. બને નયનો વિષય નથી. આ રીતે માત્ર પ્રધાન પણે (મુખ્યવૃત્તિએ) જો જોઈએ તો ભેદ અને અભેદ એક એક નયના જ વિષય હોય છે. ઉભયનયનો વિષય મુખ્યવૃત્તિએ ભેદ પણ થઈ શકતો નથી. અને અભેદ પણ થઈ શકતો નથી. પરંતુ (મુરમુરદ્યારું મન વિષય) મુખ્યામુખ્ય એમ ઉભયનવૃત્તિએ જો વિચારવામાં આવે તો ભેદ પણ ઉભયનયનો વિષય છે. અને અભેદ પણ ઉભયનયનો વિષય છે. સારાંશ કે મુખ્ય-અમુખ્ય એમ બને વૃત્તિપણે જો વિચારીએ તો ભેદ પણ બને નયોનો વિષય બને છે. (મુખ્યવૃત્તિએ આ ભેદ પર્યાયાર્થિકનયનો વિષય બને છે અને અમુખ્યવૃત્તિએ તે જ ભેદ દ્રવ્યાર્થિકનયનો પણ વિષય બને છે) તથા આ જ બને વૃત્તિઓથી અભેદ જો વિચારીએ તો તે પણ બને નયોનો વિષય બને છે. (મુખ્યવૃત્તિએ દ્રવ્યાર્થિકનયનો વિષય અને અનુષ્યવૃત્તિએ પર્યાયાર્થિકનયનો વિષય અભેદ બને છે)
ભાવાર્થ એવો છે કે કેવળ એકલી મુખ્યવૃત્તિથી વિચારીએ તો ભેદ અને અભેદ એક એક નયના જ વિષય છે. ઉભયનયના વિષય નથી. પરંતુ મુખ્યામુખ્ય એમ ઉભયવૃત્તિએ જો વિચારવામાં આવે તો ભેદ પણ ઉભયનયનો વિષય છે. અને અભેદ પણ ઉભયનયનો વિષય છે. આ રીતે જોતાં-વિચારતાં ૩પવાર જે ઉપચાર છે. અર્થાત્ લક્ષણા દ્વારા ગમ્ય એવો જે ગૌણ અર્થ છે. તે મુરબ્રવૃત્તિની પર = તે અર્થ, મુખ્યવૃત્તિથી જણાતા પ્રધાન અર્થની પેઠે નિયરિક્ષર = નયનો પરિવાર બને છે. ગૌણ અર્થ પણ વિવક્ષિત નયનો કુટુંબી સભ્ય બને છે. પરંતુ પ્રધાનપણે તે નયનો વિષય ન વિષય બનતો નથી.
કોઈ પણ એક નય (ધારો કે પર્યાયાર્થિક નય) મુખ્ય અને અમુખ્ય એમ બને વૃત્તિઓથી અનુક્રમે ભેદ અને અભેદ એમ બન્નેને જણાવે છે. તેથી મુખ્યઅર્થ (ધારોકે ભેદ) જેવો વિવક્ષિતનયન (પર્યાયાર્થિકનયનો) પરિવાર (અંશ = કુટુંબી) બને છે. તેવો જ ગૌણ અર્થ પણ (અભેદ પણ) તે વિવક્ષિત નયનો (પર્યાયાર્થિકનયનો) પરિવાર (ગણતાએ કુટુંબી-અંશરૂ૫) અવશ્ય બને જ છે. કારણકે તે તેને પણ જણાવે જ છે.