Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૬
૨૧૭ સ્વરૂપ જણાવ્યું ન કહેવાય. અન્યથા જણાવ્યું કહેવાય. તે માટે તે નય સુનય ન રહેતાં દુર્નયપણાને પામે છે. / ૫૯ II એહ વિશેષાવશ્યકઈ, સમ્મતિમાં પણિ ધારો રે | ઈમ નયથી સવિ સંભવઈ, ભેદ-અભેદ-ઉપચારો રે |
જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિઈ છે પ-૬ | ગાથાર્થ– આ વિષય વિશેષાવશ્યક ભાષ્યમાં તથા સમ્મતિતર્કમાં પણ અત્યંત સ્પષ્ટપણે કહેલો છે. આમ નયોથી જ ભેદ અને અભેદનો બોધ મુખ્યવૃત્તિથી અને ઉપચારથી સર્વ સંભવે છે. / ૫-૬ ..
ટબો- એક અર્થ વિશેષાવશ્યકઇ, તથા સમ્મતિમાંહિં છઈ. ઈમ ધારો, ગાથાदोहिं वि णयेहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण, अण्णुण्णनिरवेक्खा ॥ २१९५ ॥ स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः, इति सुनयलक्षणम् । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः, इति दुर्नय लक्षणम् ॥
ઈમ નથી-નયવિચારથી, ભેદ-અભેદ ગ્રાહ્ય વ્યવહાર સંભવઈ. તથા નયસંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણિ સંભવઈ. તે માટઈં ભેદ-અભેદ તે મુખ્યપણઈ પ્રત્યેકનયવિષય, મુખ્યામુખ્યપણઈ ઉભયનયવિષય, ઉપચાર-તે મુખ્યવૃત્તિની પરિ નયપરિકર પણિ વિષય નહીં.
એ સમો માર્ગ શ્વેતાંબરપ્રમાણ-શાસ્ત્રસિદ્ધ જાણવો. ૫-૬ II
વિવેચન કોઈ પણ નય પોતાને માન્ય વિષય મુખ્યવૃત્તિથી જણાવે અને બીજા નયનો વિષય ઉપચારથી (ગણતયા) જણાવે તો જ તે નય, સુનય કહેવાય છે. અન્યથા દુર્નય કહેવાય છે. એટલે કે કોઈ પણ નય જેમ પોતાને માન્ય વિષય કહે છે તેમ ઈતરનયને માન્ય વિષય ગૌણતાએ પણ જો જણાવે તો જ એકાન્તવાદ ન થવાથી સુનય જાણવો. આ જ વાત વિશેષાવશ્યકભાષ્યમાં અને સમ્મતિતર્ક જેવા મહાગ્રંથોમાં કહી છે. તેની સાક્ષી આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
एह अर्थ विशेषावश्यकई तथा सम्मतिमांहिं छइ. इम धारो गाथा