Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૫
૨૧૫ અમેરું છડું, તે મારું-તહાં શક્તિ તેમ દ્રવ્યાર્થિકનયનો ઉહાખ્યપ્રમાણના બળે સાક્ષાસંકેત અભેદને વિષે થાય છે. તે માટે ત્યાં “શક્તિ” છે. (અભિધાશક્તિ છે.) અને એવું વ્યવદિત સંત છે, તે મટકું ૩૨વાર- વ્યવહિતસંકેત ભેદને વિષે થાય છે. તે માટે ત્યાં ઉપચાર છે. (ગૌણવૃત્તિ છે. = લક્ષણ છે).
આ જ પ્રમાણે પર્યાયાર્થિકનયની પણ શક્તિ અને ઉપચાર અનુક્રમે ભેદ અને અભેદને વિષે જોડવાં. અભિધાશક્તિથી (મુખ્યવૃત્તિથી) ભેદ અને ઉપચારથી (ગૌણવૃત્તિથી અર્થાત્ લક્ષણાથી) અભેદ અર્થ, એમ બને ધર્મો પર્યાયાર્થિકનય પણ અવશ્ય જણાવે જ છે. જેમકે પિયરપક્ષના લોકો તે વિવાહિત સ્ત્રીને “આ અમારી પુત્રી છે” આમ જે જાણે છે અને તેને અનુકુળ જે વ્યવહાર કરે છે તે મુખ્યવૃત્તિ છે. (અભિધાશક્તિ છે) અને આ અમારી પુત્રી તેણીના શ્વસુરગૃહની “પુત્રવધૂ” છે આમ જે પિયરપક્ષવાળા જાણે છે તે ઉપચાર (લક્ષણા-ગૌણવૃત્તિ) છે. પરંતુ પિતૃપક્ષવાળા લોકો પણ બને ધર્મો અવશ્ય જાણે જ છે. તે જ રીતે શ્વસુરગૃહવાળા લોકો પણ પુત્રવધૂત ધર્મને મુખ્યવૃત્તિથી અને પુત્રીત્વ ધર્મને ગૌણતયા પણ અવશ્ય જાણે જ છે. તેથી બન્ને પક્ષો અને ધર્મને જાણનારા છે.
આમ કોઈ પણ નય હોય, પરંતુ બને ધર્મોને તે તે નય સ્વીકારે છે. માને છે. એક ધર્મ જે સાક્ષાત્મકતવાળો છે તેને મુખ્યવૃત્તિથી ગ્રહણ કરે છે અને બીજો ધર્મ કે જ્યાં વ્યવહિત સંકેત છે અર્થાત્ સાક્ષાસંકેતવાળા પદાર્થ દ્વારા પરંપરાએ જ્યાં સંબંધ કરાય છે. તેને ગૌરવૃત્તિથી સ્વીકારે છે આમ સર્વત્ર જોડવું. ૫૮ |
कोइक कहइ छइ, जे- "एकनय एक ज विषय गहइ, बीजा नयनो विषय न દફ' તે તૂષ છ– કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે કોઈ પણ એકનય પોતાનો જે એકવિષય હોય તે જ ગ્રહણ કરે છે પરંતુ બીજા નયનો વિષય (ગૌણપણે પણ) ગ્રહણ ન જ કરે. જેમ કે દ્રવ્યાર્થિકનય અભેદને જ, અને પર્યાયાર્થિકનય ભેદને જ જણાવે છે પણ બીજા ધર્મને ગૌણપણે પણ જણાવતો નથી. આવા પ્રકારના શિષ્યના પ્રશ્નને ગ્રંથકારશ્રી દૂષિત કરતાં ઉત્તર આપે છે કેભિન્ન વિષય નયજ્ઞાનમાં, જો સર્વથા ન ભાઈ રે ! તો સ્વતંત્ર ભાવઈ રહઈ, મિથ્યાદૃષ્ટિ પાસઈ રે !
જ્ઞાનદષ્ટિ જગિ દેખિઈ / પ-૫ / ગાથાર્થ– જો વિવણિત કોઈ પણ એક નયમાં બીજાનયનો જે પોતાનાથી) ભિન્ન