Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૦
ઢાળ-૫ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
(એવા પદાર્થ)માં પણ વર્તે છે. એટલે નૈયાયિકાદ દર્શનકારો તેને વૃત્તિ પણ કહે છે.
આ શબ્દથી આ જ અર્થ જાણવો” એવા પ્રકારની ઈશ્વરસંકેતાત્મક આ શક્તિ નામની વૃત્તિ, શબ્દોમાં નિરૂપક્તા (વાચ્યને જણાવનારા એવા) સંબંધથી વર્તે છે. કારણ કે શબ્દ એ પદાર્થનો નિરૂપક છે. અને “આ પદાર્થ માટે આ જ શબ્દ વાપરવો’ આવા પ્રકારની ઈશ્વર સંકેતાત્મક જે શક્તિ છે. તે વાચ્યમાં વિષયતાસંબંધથી વર્તે છે. કારણ કે પદાર્થ એ ઘટ-પટાદિ પદજ્ઞાનનો વિષય છે. આ રીતે નૈયાયિકાદિ માને છે. વાસ્તવિક પણે તો શબ્દની પોતાની આ સહજશક્તિ છે. તેઓ વૃત્તિના બે ભેદ માને છે. ૧. શક્તિ, ૨. લક્ષણા. આ બન્ને વૃત્તિઓ નિરૂપક્તા સંબંધથી શબ્દમાં અને વિષયતા સંબંધથી પદાર્થમાં વર્તે છે અને પ્રથમવૃત્તિ વાચ્ય અર્થને જણાવે છે અને બીજી વૃત્તિ લક્ષ્ય અર્થને જણાવે છે. આમ નૈયાયિક-વૈશેષિકો માને છે.
જૈનદર્શનકારો વૃત્તિને જ શક્તિ કહે છે. શબ્દોમાં વાચ્ય અર્થ સમજાવવાની સ્વાભાવિકપણે જ એક જાતની “શક્તિ” છે તે ઈશ્વરકૃત નથી. અને તે શક્તિ શબ્દમાં વર્તતી હોવાથી તેને જ વૃત્તિ કહેવાય છે. અને આ શક્તિના બે ભેદ નથી પરંતુ ત્રણ ભેદ છે. ૧ અભિધા, ૨ લક્ષણા, ૩ વ્યંજના. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રી કૃત કાવ્યાનુશાસનમાં શબ્દમાં રહેલી શક્તિના આ ત્રણ ભેદો વર્ણવેલા છે. (૧) પોત પોતાના નિયત એવા વાચ્ય અર્થને સમજાવે તે અભિધા
(૨) વાચ્ય અર્થ કરવામાં બાધા આવતી હોય ત્યારે વાચ્ય અર્થને ત્યજી દઈને તેની સાથે સંબંધવાળો અર્થ કરી આપે તે લક્ષણા.
(૩) વાચ્ય અને લક્ષ્ય અર્થને ત્યજીને વ્યંગ્ય અર્થને જણાવનારી જે શક્તિ તે વ્યંજના. જ્યાં શબ્દોથી જે બોલાતું હોય તે જુદુ હોય અને શબ્દોનો અર્થ જુદો થતો હોય. કટાક્ષમાં, મેણા-ટોણાના રૂપમાં જે બોલાતું હોય તે વ્યંજના શક્તિ કહેવાય છે. ક્રમ શક્તિના ભેદ
શબ્દનું નામ
૧
અભિધા.
વાચક.
૨
લક્ષણા.
લક્ષક
૩ વ્યંજના.
વ્યંજક.
શક્તિનું નામ
અભિધાથી
લક્ષણાથી
વ્યંજનાથી
પ્રમાણે છે
અર્થનું નામ વાચ્ય અર્થ જણાય
લક્ષ્ય અર્થ જણાય
વ્યંગ્ય અર્થ જણાય
ઉપરોક્ત અર્થ કાવ્યાનુશાસના આધારે લખેલ છે. આ દરેકનાં ઉદાહરણો આ