Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૨
૨૦૯ જલપ્રવાહ અર્થ અભિધાથી, અને તીર અર્થ લક્ષણાથી જે કરાય છે. તેમાં અનાદિકાળથી સહજસિદ્ધ તથાવિધવ્યવહાર કારણ છે. પરંતુ ઈશ્વરકૃત સંકેતકારણ નથી કારણકે જગતના ભાવોના કર્તા ઈશ્વર નથી.
પ્રશ્ન- જો લક્ષણાવૃત્તિનો ઉપયોગ કરીને જયાં પોષ: “આ વાક્યનો અન્વય કરવામાં તીર અર્થ કરવો જ પડે છે. તો પછી IIટે પોષ: આમ જ કહેવું જોઈતું હતું ને ? શા માટે નાતટે યો: ન કહીને સંય પોષ કહ્યું અને પછી લક્ષણાથી તીર અર્થ કર્યો ?
ઉત્તર– પ્રથોનનાનુસાર = તેમાં વિશિષ્ટ પ્રયોજનનું અનુસરણ છે અર્થાત્ પ્રયોજનને અનુસરીને આમ કહેવામાં આવ્યું છે. જલપ્રવાહ જેમ પવિત્ર અને શીતળ છે. તેમ નદીનો તીર (નદીનો કાંઠો) પણ પવિત્ર અને શીતળ છે. આમ જણાવવા ગંગાતટ શબ્દ ન વાપરતાં ગંગા શબ્દ વાપરેલ છે. આ ગંગાનો કાંઠો એ કાંઠો માત્ર નથી. પરંતુ જાણે ગંગા નદી જ છે. એમ વિશિષ્ટ અર્થ જણાવવાનું પ્રયોજન છે. “આ ભગવાનની મૂર્તિ છે” આમ બોલો અને “આ ભગવાન જ છે” આમ બોલો, એ બન્નેમાં જેમ તફાવત છે તેમ અહીં પણ તફાવત છે. ષષ્ઠી લગાડીને મૂર્તિનો ઉલ્લેખ કરતાં મૂર્તિમાં મુખ્યતાએ મૂર્તિપણું જ જણાય છે. ભગવાનપણું જણાતું નથી. અને “આ ભગવાન જ છે” આમ અભેદપ્રધાન અર્થ કરવામાં મૂર્તિપણું જણાતું નથી પરંતુ ભગવાનપણું જ જણાય છે. તેમ અહીં પણ તીર એ ખરેખર તીર માત્ર નથી. પરંતુ ગંગાનદી જ છે. ગંગાનદીની જેમ તીર પણ પવિત્ર અને શીતળ છે આવો અર્થ જણાવવાના પ્રયોજનને અનુસરીને લક્ષણાવૃત્તિનો અહીં ઉપયોગ કરાયો છે. આ પ્રમાણે (૧) મુખ્યાર્થબાધઈ- જ્યાં મુખ્ય અર્થની બાધા આવતી હોય, અને મુખ્યાર્થ સંબંધઈ- જ્યાં મુખ્ય અર્થનો સંબંધ હોય ત્યાં તથાવિધવ્યવહાર તેવા પ્રકારના વ્યવહારના કારણે, પ્રયોજન અનુસરી-તટને પણ ગંગાનદી જ છે આમ સમજાવવાના પ્રયોજનને અનુસરીને આવા પ્રકારના પ્રયોજનના વશથી લક્ષણાવૃત્તિનો ઉપયોગ કરાય છે. આવા સ્થાને લક્ષણાનો ઉપયોગ કરવો એ કંઈ દુર્ઘટ (અસંભવિત) નથી. લક્ષણાનું લક્ષણ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે
मुख्यार्थबाधे तद्योगे, रूढितोऽर्थप्रयोजनात् । अन्योऽर्थो लक्ष्यते यत्सा, लक्षणारोपितक्रिया ॥१॥
જ્યાં મુખ્ય અર્થ સ્વીકારવામાં બાધા આવતી હોય, અને મુખ્ય અર્થનો જ્યાં સંબંધ હોય, તેવા પ્રકારનો રૂઢિના વશથી પ્રયોજનને અનુસારે જે અપૂર્વ અર્થ જણાય
૧૪