Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૨
૨૦૭ “ાયાં મલ્યા: સતિ” ઇત્યાદિ વાક્યોમાં બોલાતા ગંગાપદથી જલપ્રવાહ અર્થ અભિધાશક્તિથી જેમ થાય છે. તેમ પદમીન પટમીન ઈત્યાદિ વાક્યોમાં બોલાતા ઘટપટ આદિ પદોનો સ્વકીયગુણ-પર્યાયથી અભિન્ન એવા દ્રવ્યને (માટી-તંતુને) સમજાવનારો શાબ્દબોધ મુખ્યવૃત્તિથી (અભિધાશક્તિથી) આ દ્રવ્યાર્થિકનય કરે છે. પરંતુ જે = આ દ્રવ્ય-ગુણ અને પર્યાયનો પરસ્પર એટલે કે માંહોમાંહે અર્થાત્ અરસ પરસ જે ભેદ પ્રવર્તે છે, તે ભેદને પણ ઉપચારથી એટલે કે લક્ષણા નામની વૃત્તિથી આ દ્રવ્યાર્થિકનય અવશ્ય જાણે છે. એકલા અભેદને જ જાણે અને ભેદને ન જાણે આમ બનતું નથી. પરંતુ અભિધાથી (મુખ્યવૃત્તિથી) જેમ અભેદને જાણે છે તેમ લક્ષણાથી (ઉપચારથી = ગૌણતાએ) ભેદને પણ જાણે છે. ભેદ માનવામાં પણ પોતાની સમ્મતિ દેખાડે છે. જેમ વરાણાં મસ્મોપો” આવા વાક્યમાં મત્સ્ય પદની સાથે અન્યાય કરવામાં ગંગા પદમાં રહેલી અભિધાશક્તિ (મુખ્યવૃત્તિ) કામ કરે છે. તેવી જ રીતે ઘોષ પદની સાથે અન્વય કરવામાં લક્ષણાશક્તિ પણ અવશ્ય કામ કરે જ છે. તો જ યથાર્થ શાબ્દબોધ થાય છે. તેમ અહીં પણ ઘટ-પટ શબ્દ બોલતાં દ્રવ્યાર્થિકનય મુખ્યવૃત્તિએ અભેદ સમજાવે છે અને લક્ષણા નામની બીજી વૃત્તિથી ભેદ અર્થ પણ પ્રયોજનને અનુસારે અવશ્ય સમજાવે જ છે. તો જ આ નય સુનય કહેવાય છે. માટે સ્વકીયગુણ-પર્યાય થી અભિન્ન એવા માટી-તંતુ દ્રવ્યને સમજાવનારી મુખ્યવૃત્તિ (અભિધાશક્તિ) જેમ ઘટ-પટ પદોમાં છે. તેવી જ રીતે દ્રવ્યથી કથંચિત્ ભિન્ન એવા કંબુગ્રીવાદિપર્યાયને અને તે તે ગુણોને સમજાવનારી લક્ષણાશક્તિ પણ તે તે ઘટ-પટ પદોમાં છે. આમ આ નય માને છે. જલપ્રવાહ અર્થને સમજાવનારી અભિધાશક્તિ જેમ ગંગાપદમાં છે. તેમ તીર અર્થને સમજાવનારી લક્ષણા શક્તિ પણ ગંગાપદમાં જ છે. તેવી જ રીતે અભેદને સમજાવનારી મુખ્યવૃત્તિ જેમ ઘટપટ પદોમાં છે, તેમ ભેદને સમજાવનારી લક્ષણાશક્તિ પણ આ પદોમાં છે જ. આમ આ દ્રવ્યાર્થિકનય માને છે. તેથી જ મુખ્યતાએ અભેદ અને ગૌણતાએ ભેદને આ નય જણાવે છે. અહીં એક ઉદાહરણ સમજવા જેવું છે કે કોઈ ગ્રાહક (ખરીદ કરનાર) સોનાના દાગીના ખરીદીને કાળાન્તરે પોતાના સોનાના દાગીના ચોક્સીને ત્યાં જ્યારે વેચવા જાય છે ત્યારે દાગીના ખરીદનાર ચોક્સી તે દાગીનામાં સોનું કેટલું છે ? તે જ જુએ છે. ઘાટ જોતો નથી. આ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે. અને તે જ ચોક્સી પાસે કોઈ ગરાગ દાગીના લેવા આવે છે. તો વેપારી અને ખરીદનાર ઘાટવિશેષને જ પ્રધાનતાએ જુએ છે. કારણ કે આ દાગીનામાં સોનુ દ્રવ્ય છે તે તો બન્નેને ખબર છે જ. પરંતુ પસંદગી ઘાટથી કરે છે આ પર્યાયાર્થિકનયની દૃષ્ટિ છે.