Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ—પ : ગાથા ૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
अथवा नयात्मक शास्त्रइं અથવા નયવાદ પ્રમાણે ક્રમસર બોલાતાં વાક્યોમાં પ્રથમવાક્ય દ્વારા અને ત્યારબાદ બીજાવાક્ય દ્વારા એમ કાળક્રમે પણ બન્ને અર્થો જણાવેલા હોય છે. જેમ કે પ્રથમવાક્ય “સ્યાવસ્તિ” દ્વારા અસ્તિસ્વરૂપ પ્રધાનતાએ કહે છે. (જો કે આ એક વાક્યમાં જ અભિધાથી અસ્તિસ્વરૂપ અને તે જ ભાંગામાં લક્ષણાથી નાસ્તિસ્વરૂપ આમ બન્ને સ્વરૂપોનું પ્રતિપાદન છે. તો પણ જે એકી સાથે બન્ને શક્તિઓનો ઉપયોગ ન માને તેને સમજાવે છે કે આ પ્રથમવાક્ય દ્વારા અભિધાશક્તિથી અસ્તિસ્વરૂપ કહેવાય છે) અને ત્યારબાદ બોલાતા “સ્થાનાસ્તિ” આવા બીજા વાક્યથી અભિધાશક્તિ દ્વારા જ નાસ્તિ અર્થ પણ પ્રધાનપણે કહેવાય જ છે. આમ ક્રમિક વાક્યક્રય દ્વારા પણ નયવાદી અસ્તિ-નાસ્તિ આમ બન્ને અર્થોને પ્રધાનપણે જાણે છે. પ્રમાણવાદીની જેમ નયવાદી પણ વસ્તુના પૂર્ણ સ્વરૂપને ક્રમિક વાક્યક્રય દ્વારા જાણનાર-સ્વીકાર બને છે. પરંતુ નયવાદી અંશમાત્રને જ જાણે, પણ પૂર્ણસ્વરૂપ ન જ જાણે આમ ન કહેવું.
૨૦૪
=
કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે આ તો બે વાક્યો દ્વારા વસ્તુનું પૂર્ણ સ્વરૂપ જાણ્યું કહેવાય. એકવાક્ય દ્વારા તો વસ્તુનું પૂર્ણસ્વરૂપ ન જ જાણ્યું. તો નયવાદી વસ્તુનું પૂર્ણસ્વરૂપ (પ્રમાણવાદીની જેમ) એક વાક્ય દ્વારા જાણનાર-સમજનાર કેમ કહેવાય તેનો ઉત્તર આપતાં ફરીથી પણ ગ્રંથકારશ્રી જણાવે છે કે
अथवा एकबोधशाब्दे एकबोध: आर्थः ધારો કે “સ્થાન્તિ” આવા પ્રકારનું એકવાક્ય છે. અને તે વાક્ય વસ્તુનુ “” સ્વરૂપ જે સ્વદ્રવ્ય. સ્વક્ષેત્રાદિથી છે તેને જ સમજાવે છે. એટલે કે એક પ્રકારના અર્થનો બોધ કરાવનારા “અસ્તિ’” આવા પ્રકારના આ શાબ્દિક વાક્યમાં ધારોકે એક પ્રકારનો જ બોધ થવા રૂપ અર્થ છે” તો પણ જે આ એકવાક્ય છે. તે વાક્ય વસ્તુમાં રહેલા બીજા પ્રકારના નાસ્તિ સ્વરૂપનો નિષેધ તો જણાવતું નથી જ. અર્થાત્ બીજા પ્રતિપક્ષી નયની માન્યતાનો આ નય વિરોધ તો કરતો નથી જ. તેથી “ન નિષિદ્ધં તુ અનુમત” ના ન્યાયથી બીજા નયનો અર્થ પણ આ પ્રથમવાક્ય ગૌણતાએ સ્વીકારેલો જ છે. આમ, એક જ વાક્ય પણ પોતાનો માનેલો અર્થ શબ્દોચ્ચારણ દ્વારા પ્રધાનતાએ, અને બીજા નયનો અર્થ નિષેધ ન કરવારૂપે સમ્મતિ દર્શાવવારૂપે ગૌણપણે પણ જણાવે જ છે આમ, એક જ કાળે એક જ વાક્યથી બન્ને અર્થો નયવાદી પણ જાણે છે. અને જણાવે છે. આ રીતે વસ્તુના સ્વરૂપને જાણવાજણાવવાના અનેક ભંગો થાય છે. એમ જાણવું.
આ રીતે પ્રમાણ અને નયપૂર્વક સકલાદેશ અને વિક્લાદેશ દ્વારા વસ્તુતત્ત્વના યથાર્થરૂપને જોવું-જાણવું-માનવું અને સ્વીકારવું. તે જ જ્ઞાનદૃષ્ટિ છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ