Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૫ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૨૦૩ રૂપો સમજાવે છે. અંશગ્રાહી કહેવાતો નય પણ મુખ્ય-અમુખ્યપણે (બન્ને સાથે કરીએ તો) પૂર્ણવત્ત્વગ્રાહી છે. તેને એક અંશગ્રાહી જે કહેવાય છે તે માત્ર મુખ્યપણાને આશ્રયી કહેવાય છે. બાકી પરમાર્થથી નય પણ “અભિધા અને લક્ષણા” દ્વારા એટલે કે એકરૂપ પ્રધાનતાએ અને શેષ રૂપ ગૌણતાએ આમ વસ્તુના પૂર્ણરૂપને કહેનાર છે. અને તો જ તે પ્રમાણનો અંશ બનતાં સુનયપણાને પામે છે.
- અહીં કોઈક તૈયાયિક આવો પ્રશ્ન કરે છે કે કોઈ પણ એક શબ્દનો જુદા જુદા કાળે જુદી જુદી રીતે પ્રયોગ કરીએ તો તો જુદી જુદી વૃત્તિઓથી જુદો જુદો અર્થ બોધ થાય. આ વાત બરાબર છે. પરંતુ (અભિધા અને લક્ષણા આમ) બે વૃત્તિઓ સાથે મુલા = એક જ કાળે એક જ શબ્દમાં ન હોય, પણ એક જ વૃત્તિ હોય, એટલે કે વૃત્તિ = બે વૃત્તિઓ સાથે ન હોવું = હોઈ શકતી નથી. સારાંશ કે પરસ્પર ભિન્ન ભિન્ન અર્થને કહેનારી બે વૃત્તિઓ એકી સાથે ન હોય. આવું કોઈક નૈયાયિકો કહે છે.
g u તંત નથી = નૈયાયિકની આ વાત પણ (તંત5) સત્ય નથી. કારણ કે વાય મીયોપી આવું વાક્ય જ્યારે બોલાય છે. તેવા સ્થાને જે માટે બન્ને વૃત્તિઓ પણ માનેલી છે. ગંગા શબ્દનો જ્યારે મત્સ્યની સાથે સંબંધ કરીએ ત્યારે “અભિધા” શક્તિથી જલપ્રવાહ અર્થ અને ઘોષની સાથે સંબંધ કરીએ ત્યારે “લક્ષણા” શક્તિથી તીર અર્થ કરાય જ છે. અને સામાસિક શબ્દ હોવાથી બન્ને વૃત્તિઓ (અભિધા અને લક્ષણા) સાથે જ રહે છે. માટે બે વૃત્તિઓ એકકાળે સાથે ન હોય આ નૈયાયિકની વાત સાચી નથી.
એવી જ રીતે હાં જ ઈહાં પણ જ્યારે નયવાદથી વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદન કરાય છે. ત્યારે એક સ્વરૂપ મુખ્યવૃત્તિથી અને બીજાં રૂપો અમુખ્યવૃત્તિથી, આમ મુખ્યામુખ્ય એવી ઉભયવૃત્તિથી એક નય પણ બને અર્થોને સાથે કહે છે. શબ્દની બને વૃત્તિઓને અનંતધર્માત્મક વસ્તુ જણાવવાના પ્રયોજનના કારણે સાથે માને તો તેમાં કંઈ વિરોધ નથી. બન્ને વૃત્તિઓ એકનયથી એક શબ્દની અંદર સાથે સંભવી શકે છે. એક વૃતિથી પ્રધાન અર્થ, અને બીજી વૃત્તિથી ઉપચરિત અર્થ (ગણ અર્થ) આમ બન્ને વૃત્તિઓ સાથે મળીને મુખ્યામુખ્યપણે અર્થનું પૂર્ણરૂપ સમજાવે છે. તેથી પ્રમાણ જેમ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ કહે છે. તેમાં કોઈ પણ નય પણ પરિપૂર્ણ વસ્તુસ્વરૂપ સમજાવનાર છે.
આમ છતાં કોઈ એવો આગ્રહ જ રાખે કે એકકાળે બે વૃત્તિઓ એકસાથે કામ ન જ કરે, તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે