Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૧
૨૦૧ ૧. Tયાં મા સત્તિ = ગંગા નદીમાં માછલાં છે. અહીં ગંગાનદી શબ્દનો વાચ્ય અર્થ જે જલપ્રવાહ રૂપ ગંગાનદી છે. તે જ સંગત થાય છે. કારણકે ત્યાં જ માછલાં હોઈ શકે છે. તેથી ગંગા શબ્દમાં રહેલી “મા” શક્તિથી રત્નપ્રવાદ રૂપ વાચ્ચ અર્થ થાય છે.
૨. ફાર્યા ઘોષોતિ = ગંગાનદીમાં ઝુપડું છે. ભરવાડોને રહેવાનાં ઘાસનાં બનાવેલાં ઝુંપડાં છે. હવે અહીં જ કં શબ્દમાં રહેલી અભિધા શક્તિથી થનારો “જલપ્રવાહ” રૂપ વાચ્ચ અર્થ કરીએ. તો તે જલપ્રવાહમાં ઝુંપડું સંભવી શકે નહીં. કારણકે પાણીમાં ઘાસનાં ઝુંપડાં ટકી શકે નહીં. તેથી ગંગા શબ્દનો વાચ્ચ અર્થ કરવામાં બાધા આવે છે. તેથી વાચ્ય અર્થ જે જલપ્રવાહ છે. તેની સાથેના સંબંધવાળું જે તીર (કાંઠો) છે. ત્યાં ઝુંપડું સંભવી શકે છે. તેથી જ શબ્દનો અભિધાશક્તિથી થનારો જલપ્રવાહ અર્થ ત્યજીને, તેની સાથેના સંબંધવાળો જે તીર છે. તે અર્થ કરવામાં જે આવે છે. તે ગંગાપદમાં રહેલી લક્ષણાશક્તિ જાણવી. કે જે શક્તિ વક્તાના લક્ષ્ય અર્થને સમજાવનારી છે.
૩. ૩૫વૃત્તિ વધુ તત્ર, પુતે, સુનનતિ થતા મવત વિરમ્ “સાહિત્યદર્પણના શ્લોકનું આ અર્થપદ છે. બે ગાઢ મિત્રો હતા. એક હૃદયથી સજ્જન હતો, બીજો સ્વાર્થી હતો. એક વખત સજ્જનની આર્થિક પરિસ્થિતિ નબળી પડી. બીજા મિત્રના સહકારની અપેક્ષા રાખી. બીજો મિત્ર સ્વાર્થી હોવાથી દુઃખના કાળે તેણે કંઈ દાદ ન દીધી. કાળાન્તરે સજ્જન મિત્રની આર્થિકસ્થિતિ ઘણી સારી થઈ. ત્યારે બીજો સ્વાર્થી મિત્ર મીઠા હાવભાવ બતાવે છે. અને સંબંધ સુધારવા ઈચ્છે છે. ત્યારે સજ્જન મિત્ર ઉપરનો શ્લોક ગાય છે. અને તેમાં કહે છે કે “તH = તે કાળે (મારા દુઃખના કાળે) વ૬ ૩૫d = તમે ઘણો ઉપકાર કર્યો. વિમુચ્યતે તે ઉપકારનું શું વર્ણન કરું ? મેવતા પ્રથતા સુનતા વિરમ્ = આપના વડે બતાવાયેલી સજ્જનતા ઘણો લાંબો કાળ યાદ રહે તેવી છે આ વાક્યમાં “૩૫ત્ત અને સુનતા” શબ્દોના વાચ્ય અર્થો જુદા છે. અને વ્યંગ્ય અર્થો જુદા છે. અને તેવા પ્રકારના વ્યંગ્ય અર્થમાં અહીં વપરાયા છે. તે વ્યંગ્ય અર્થ આ પ્રમાણે છે. ૩૫d = નો અર્થ તમે મારી ઉપેક્ષા કરી. અને તે ઉપેક્ષા કરવા દ્વારા સુજ્ઞનતા એટલે જે દુર્જનતા બતાવી છે. તે દીર્ઘકાળ સુધી મને યાદ રહે તેવી છે. આ બન્ને શબ્દોમાં રહેલી વ્યંજનાશક્તિ દ્વારા વ્યંગ્ય અર્થ જણાવાય છે. આ સઘળું પ્રાસંગિક સમજાવ્યું છે.