Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૪
ઢાળ-૪ : ગાથા–૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ન ઉપર સમજાવેલા આ જે સાતભાંગા (સપ્તભંગી) છે. તેનો જે જે વિદ્વાન પુરુષો દૃઢ અભ્યાસ કરે છે. અને તેના અનુસંધાનમાં આવતા સકલાદેશ, વિક્લાદેશ, નયસપ્તભંગ, પ્રમાણસપ્તભંગ, ત્રિપદી, ભેદભેદ, નિત્યાનિત્ય, સામાન્યવિશેષ, અસ્તિનાસ્તિ ઈત્યાદિ પ્રકારોએ ઘણો વિસ્તાર કરવા પૂર્વક જે પરમાર્થપણે (જેવું છે તેવું યથાર્થ) જગતનું સ્વરૂપ જાણે છે. જીવ અજીવ-પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આદિ નવતત્ત્વો અને છ દ્રવ્યોનું પરમાર્થસ્વરૂપ (પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ), તેનું રહસ્ય = સાર જે જે મહાપુરુષો સમજે છે. તેથી તે મહાત્માઓ યથાર્થજ્ઞાની થાય છે. અને યથાર્થજ્ઞાની થવાથી જ્યાં જાય ત્યાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવવા દ્વારા યથાર્થવાદી થાય છે. તેઓની વાણી ક્યાંય કોઈની પણ સાથે ટકરાતી નથી. બાધા પામતી નથી. તેઓના વચનોને કોઈ તોડી શકતું નથી. કોઈપણ વાદી તેઓનો પરાભવ કરી શકતો નથી. કારણકે આ વાણી વિતરાગ સર્વજ્ઞ પરમાત્માની છે. સમજાવનારા પુરુષો તો તેના પ્રચારક-પ્રસારક એક જાતના દલાલ છે. માલિક નથી. માલિક વિતરાગ સર્વજ્ઞ પ્રભુ હોવાથી સંપૂર્ણ સત્ય છે. તેથી આ જાણનારનો સર્વત્ર વિજય થાય છે. આ વાણી નિર્દોષ અને યથાર્થ હોવાથી તેને સમજનારનો અને તેના પ્રચારકનો યશ અને કીર્તિ સદાકાળ દશે દિશામાં વૃદ્ધિ પામે છે. એક દિશામાં પ્રસરે તે કીર્તિ કહેવાય, અને સર્વ દિશામાં પ્રસરે તે યશ કહેવાય. અથવા પરાક્રમજન્ય પ્રશંસા તે યશ, અને ત્યાગ તપ આદિ શેષ ગુણોથી જન્ય જે પ્રશંસા તે કીર્તિ કહેવાય છે. સાચું સમજનાર અને સાચું સમજાવનારનો વગર કહે અને વિના ઇચ્છાએ યશ અને કીર્તિ સ્વતઃ જ વધે છે.
સકલાદેશ, વિક્લાદેશ. નયસપ્તભંગ અને પ્રમાણ સપ્તભંગના અર્થો પાંચમી ઢાળની ગાથા-૧-૨માં સમજાવ્યા છે. ત્યાંથી અથવા સ્યાદ્વાદમંજરી અને પ્રમાણનયતત્ત્વ ઉપરની રત્નાકરાવતારિકા ટીકામાંથી જાણવા.
"जे माटई स्याद्वादपरिज्ञानइं ज जैननइं तर्कवादनो यश छइ. अनइं जैनभाव पणि तेहनो ज लेखइ. जे माटिं निश्चयथी सम्यकत्व स्याद्वादपरिज्ञाने ज छइ. उक्तं च सम्मत्तौ
સપ્તભંગી અને સાતનયોના દૃઢ અભ્યાસીનો જ યશ અને કીર્તિ કેમ વધે ? તેનું કારણ સમજાવતાં કહે છે કે- જે કારણથી સ્યાદ્વાદ શૈલીનું (અનેકાન્તમય સંસારની સ્વયંભૂ વ્યવસ્થાનું) પરિજ્ઞાન (વિશાલજ્ઞાન) જે આત્માઓ પ્રાપ્ત કરે છે. તે જ આત્માઓ જૈનત્વને પામેલા તર્કશાસ્ત્રોમાં પારગામી અને યશસ્વી નીવડે છે. ગમે તેવી એકાન્તવાદીની