Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ " ઢાળ-૪ઃ ગાથા-૧૪
૧૫ ધારદાર મજબૂત દલીલોનો પણ સ્યાદ્વાદી આત્મા ભાંગીને ભુક્કો કરી શકે છે. અને રાજસભામાં યથાર્થવાદ કરવા દ્વારા સ્વરૂપ સમજાવીને સ્યાદ્વાદનો વિજય ડંકો વગડાવી શકે છે. અને આ રીતે જિનેશ્વર પરમાત્માની પરમ શુદ્ધ વાણી રૂપ જૈનશાસનની પ્રભાવના કરવા દ્વારા તે જ આત્માનો જૈનભાવ” (જૈનપણાની પ્રાપ્તિ) પણ સફળ થાય છે. લેખે લાગે છે. કારણ કે નિશ્ચયષ્ટિથી “સમ્યક્ત્વની” પ્રાપ્તિ સ્યાદ્વાદશૈલીના વિશાળ જ્ઞાન વડે જ થાય છે. પરમપૂજ્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજશ્રી સમ્મતિપ્રકરણમાં જણાવે છે કે
चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, निच्छयशुद्धं ण याणंति ॥ ३-६७ ॥ ॥४-१४ ॥
ચરણસિત્તરી અને કરણસિત્તરીના આચારો કાયા દ્વારા પાળવામાં પ્રધાનતમ એવા આત્માઓ પણ જો સ્વસમય (જૈનીય આગમશાસ્ત્રોમાં) અને પરસમય (અન્ય દર્શનીય શાસ્ત્રોમાં) માં જે જે ભાવો વર્ણવ્યા છે. તે સઘળાંને જાણવાનો વ્યાપાર (વ્યવસાય) જેઓએ મૂકી દીધો છે. ઝીણવટભર્યું શાસ્ત્રજ્ઞાન મેળવવાનો પ્રયાસ જેઓ કરતા નથી. તેઓ પોતાના આત્મા દ્વારા પળાતી ચરણસિત્તરી અને કરણસિત્તરીના શુભ આચારોના સારભૂત નિશ્ચયશુદ્ધ મર્મને જાણતા નથી. પામતા નથી. માટે સ્યાદ્વાદ શૈલીનું પરિજ્ઞાન અવશ્ય મેળવવું જ જોઈએ. આ પ્રમાણે અહીં ચોથી ઢાળ સમાપ્ત થાય છે. “જસ કીરતિ” શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું નામ સૂચવ્યું છે. મેં ૫૪
ચોથી ટાળ સમાપ્ત