Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૫ : ગાથા-૧ જુદી જુદી હોય છે. તેથી તે તે પદાર્થ જુદા જુદા રૂપે દેખાય છે. દાખલા તરીકે સ્વરૂપવાન અને શણગાર યુક્ત એક યુવાન સ્ત્રી છે. તેને ભોગી અને યોગી બને જ્યારે જુએ છે ત્યારે એકને કામભોગનું શ્રેષ્ઠ સાધન દેખાય છે અને કામવાસના વધતી જાય છે. અને બીજાને મળ-મૂત્ર-રૂધિર-ચરબી-હાડકાં વિગેરે અશુચિમય પદાર્થોથી ભરેલું આ શરીર “ઉકરડો” જ છે આમ અશુચિમય જ દેખાય છે. એવી જ રીતે શણગારયુક્ત પુરુષનું શરીર ભોગી સ્ત્રીને ભોગનું સાધન અને યોગી સ્ત્રીને ઉકરડો જ દેખાય છે. વસ્તુમાંશરીરમાં બન્ને સ્વરૂપો વાસ્તવિક છે. પરંતુ ભોગીજીવ આ શરીરને ઉકરડારૂપે જોવામાં ઉપેક્ષાવંત છે અને યોગીજીવ આ જ શરીરને ભોગનું સાધન જોવામાં ઉદાસીન છે. તેવી રીતે જોનારાની દૃષ્ટિ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ ગણ-મુખ્ય રીતે ભાસે છે.
જગતના પદાર્થોને મોહાન્ધ (રાગાદિદોષયુક્ત અથવા અજ્ઞાની) આત્માઓ પણ દેખે છે. અને જ્ઞાની આત્માઓ પણ દેખે છે. પરંતુ તે બન્નેના દેખવા-દેખવામાં ઘણું અંતર છે. વસ્તુના યથાર્થ સ્વરૂપની કિંમત બાલ મૂર્ખ-જડ કે મોહબ્ધ જીવને હોતી નથી, એની યથાર્થ કિંમત તો યથાર્થ સ્વરૂપ જાણનારને જ હોય છે. સોનાના, રત્નના, હીરાના કે માણેકના અલંકારની કિંમત બાળકને હોતી નથી. તે બાળક બે-ચાર મીઠાઈના ટુકડામાં આવો કિંમતી અલંકાર આપી દે છે. તથા ચિંતામણિ રત્ન હોય પરંતુ મૂર્ખને કે ગામડીયા ખેડૂતને મળ્યું હોય તો તે ચમકતો પત્થર કે કાચનો ટુકડો છે. આમ સમજીને પાંચદસ રૂપીયામાં વેચી નાખે છે. જ્યારે તે જ રત્ન રત્નપારખુને મળ્યું હોય તો તે રત્ન પારખું પુરૂષ તે ચિંતામણિ રત્નને લાખો રૂપિયામાં પણ વેચતો નથી. આ રીતે જોનારાની દૃષ્ટિ મોહબ્ધ હોય, અજ્ઞાનાત્મક હોય તો વસ્તુના સ્વરૂપની કિંમત યથાર્થ જણાતી નથી. આને જ મિથ્યાષ્ટિ, અજ્ઞાની, કહેવાય છે. જ્યારે જોનારાની દૃષ્ટિ પક્ષપાત રહિત હોય, મોહદશા વિનાની હોય, નિર્મળજ્ઞાનદશાથી યુક્ત હોય ત્યારે જ તે જીવને જે વસ્તુ જેવી છે. તે વસ્તુ તેવી દેખાય છે. સમજાય છે. અને જીવ તેવી સ્વીકારે છે આ દૃષ્ટિને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અથવા “જ્ઞાનદૃષ્ટિ” કહેવાય છે. એટલે આ ગાથાના આંકણીવાળા પદમાં લખે છે કે “જ્ઞાન દૃષ્ટિ જગ દેખિઈ જ્ઞાનવાળી દૃષ્ટિથી જગતના સ્વરૂપને જાઓ, મોહબ્ધતાથી કે અજ્ઞાનતા ભરી દૃષ્ટિથી ન દેખો. તે દૃષ્ટિ તમને વસ્તુનું સાચું સ્વરૂપ નહી દેખાડે. તમે જ્ઞાની બનો, પક્ષપાત રહિત બનો, સાચા વૃષ્ટા બનો, યથાર્થજ્ઞાનદૃષ્ટિ યુક્ત થઈને જગતનું સ્વરૂપ દેખો. આમ પૂજ્ય ઉપાધ્યાયજી મ. કહે છે.
વસ્તુના યથાર્થ સ્વરૂપને જોવાવાળી આત્માની જે નિર્મળ જ્ઞાનદશા, જે સમજણદશા, એટલે કે જે યથાર્થ દૃષ્ટિ છે તેના પ્રમાણ અને નય આમ બે ભેદ છે.