Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૩ ગૌણતા કરવાથી બીજો ભાંગો, એમ મૂલ ૨ ભાંગા થઈ શકે છે. અને ત્યારબાદ એકબીજાના સંચારણથી કુલ ૨૫=૭ ભાંગા=સપ્તભંગી સારી રીતે થાય છે. તેમાં તો સપ્તભંગી થાય આ વાત બરાબર જ છે. પરંતુ જ્યારે શાસ્ત્રોમાં બતાવેલા “પ્રદેશ અને પ્રસ્થક” આદિના દૃષ્ટાન્તોની વિચારણા કરવા દ્વારા નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત, આમ, ૭ નયોની, અથવા નૈગમનયનો સંગ્રહ અને વ્યવહાર નયમાં સમાવેશ કરવા દ્વારા છ નયોની, અથવા સમભિરૂઢ અને એવંભૂત નયનો શબ્દનયમાં સમાવેશ કરવાથી નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દનય આમ પાંચ નયોની વિચારણા કરવામાં આવે છે. ત્યારે સાત-છ-પાંચ નયોમાંથી વારા ફરતી એક નયને મુખ્ય કરવાથી અને વારાફરતી બીજા નયોને ગૌણ કરવાથી પ્રથમના મૂળ બે ભાંગાની જગ્યાએ જ ઘણા ભાંગા થઈ જાય છે. અને ત્યારબાદ સંચારણ કરવાથી તો અગણિત એવા અધિક ભાંગાઓ થશે. તે વખતે “સપ્તભંગીનો” (સાત જ ભાંગા હોય) એવો નિયમ કેવી રીતે જળવાશે. આ પ્રમાણે કોઈક શિષ્ય ગુરુજીની સામે પ્રશ્ન કરે છે. બે નય લઈએ તો
સાત નયો લઈએ તો ૧ દ્રવ્યા. મુખ્ય, પર્યા. ગૌણ. ૧ નૈગમ મુખ્ય સંગ્રહ ગૌણ ૨ પર્યા. મુખ્ય, દ્રવ્યા. ગૌણ, ૨ નૈગમ મુખ્ય વ્યવહાર ગૌણ
૩ નૈગમ મુખ્ય ઋજાસૂત્ર ગૌણ ૪ નૈગમ મુખ્ય શબ્દ ગૌણ ૫ નૈગમ મુખ્ય સમભિરૂઢ ગૌણ
૬ નૈગમ મુખ્ય એવંભૂત ગૌણ નૈગમનયની સાથે શેષ છ નો ગૌણતાએ જોડતાં ઉપર મુજબ ૬ ભાંગા જેમ થયા, તેમ સંગ્રહની સાથે શેષ ૬ નો જોડતાં ૬ ભાંગા થશે. આ રીતે વ્યવહારાદિ એક એક નયની સાથે છ-છ જોડતાં ૭૪૯=૪૨ ભાંગા થાય. તેથી મૂલ ૨ ભાંગાને બદલે ૪૨ ભાંગા થવાથી અને તે બધાનું સંચારણ કરવાથી અનેક ભાંગા થાય, તેથી સપ્તભંગીનો નિયમ કેમ રહેશે ?
આ પ્રમાણે મૂલ બે ભાંગાને બદલે ૪૨ ભાંગા જો થાય તો તેના પરસ્પર જોડાણથી તો ઘણા અધિક ભાંગાઓ થાય છે. તો તે વારે સાત જ ભાંગા થાય, આવો સપ્તભંગીનો નિયમ કેમ રહેશે ? આવા પ્રકારનો શિષ્યનો ગુરુ પ્રત્યે પ્રશ્ન છે. બે જ