Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૩
૧૮૭ ગુરુજી ઉપરોક્ત પ્રશ્નનો શિષ્યને ઉત્તર આપતાં જણાવે છે કે– ત્યાં પણ (અર્થાત્ નૈગમાદિ સાત છ પાંચ નો જ્યારે સમજીએ ત્યારે પણ) કોઈ પણ એક નયની પ્રધાનપણે અર્પણ કરીને વિધાન સમજવું અને બાકીના છએ નિયોની (શેષ નયોની) એકી સાથે ગૌણ વિવક્ષા કરવા દ્વારા ત્યાં શેષ સર્વનો નિષેધ જાણવો. આમ કરવાથી સર્વ સ્થાને મૂળ તો બે જ ભાંગા થશે. ત્યારબાદ સંચારણથી પ્રત્યેક બે ભાંગામાં જુદી જુદી અનેક સપ્તભંગીઓ થશે. પરંતુ બહુભંગીઓ થશે નહીં. જેમ કે
સાતમાંથી કોઈપણ એક નયથી વિધાન ફરીએ ત્યારે તે એક નય મુખ્ય અને શેષ સર્વ નયો ત્યાં ગૌણ જાણવા. (આ પ્રથમ ભંગ) અને સાતનયમાંથી જે નયથી નિષેધ જણાવવો હોય ત્યાં તે નિષેધ વાચક નય મુખ્ય, શેષ નય ગૌણ, (આ બીજો ભંગ) આ બેના સંચારણથી સપ્તભંગી જ થશે. પરંતુ બહુભંગી ન થાય. તથા વિધિ-નિષેધમાં સાત નયોમાંથી જેમ જેમ નયોની વિવફા બદલીએ તેમ તેમ મૂલ બે ભાંગા જુદા-જુદા અનેક થવાથી, તેના દ્વારા થતી સપ્તભંગીઓ અનેક થશે.
આ પ્રમાણે સર્વત્ર મૂલ બે જ ભાંગા થવાથી અને તેના સાત જ ભાંગા થવાથી સપ્તભંગી જ થાય છે. પરંતુ અનેકભંગીઓ થતી નથી. છતાં સપ્તભંગીઓ જરૂર અનેક થાય છે. આ બાબતમાં પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી પોતાના ક્ષયોપશમાનુસાર પોતાને શાસ્ત્રોના પઠન-પાઠનથી અને ગુરુગમથી જે સમજાય છે તે બાબત સ્પષ્ટ કરતાં પોતાનો અભિપ્રાય જણાવે છે કે
अम्हे तो इम जाणु छु "सकलनयार्थप्रतिपादकतात्पर्यादधिकरणवाक्यं प्रमाणवाक्यम्" ए लक्षण लेइनइं तेहवे ठामे "स्यात्कारलाञ्छित सकलनयार्थ समूहालंबन एक भंगइं पणि निषेध नथी. जे माटिं-व्यञ्जनपर्यायनइं ठामि २ भंगई पणि अर्थसिद्धि सम्मतिनइं विषई देखाडइ छइ. तथा च तद्गाथा
પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી પોતે જ પોતાનો અભિપ્રાય જણાવતાં કહે છે કે– અમે તો એમ જાણીએ છીએ કે– સાતે નયોથી અને સપ્તભંગીથી વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ વિચારી શકાય છે. જાણી શકાય છે. પરંતુ વચનવ્યવહાર કરવામાં તો એક કાળે કોઈ પણ એક નયથી અથવા સપ્તભંગીના કોઈ પણ એક ભાંગાથી જ વસ્તુનું સ્વરૂપ બોલી શકાય છે. અને બીજાને સમજાવી શકાય છે. એ વચનવ્યવહાર કરવામાં જે કોઈ એક નય કે સપ્તભંગીનો જે કોઈ એક ભાંગો બોલવામાં આવે. તેની સાથે “સકળ નયોના અર્થને પ્રતિપાદન કરવાના તાત્પર્યવાળા “ચા” શબ્દના અધિકરણવાળું તે વાક્ય જ કરીએ તો તે પ્રમાણભૂત વાક્યરચના ગણાય છે. આ લક્ષણને